મનોરંજન

પહેલીવાર જોવા મળ્યો શિલ્પા શેટ્ટીની દીકરી સમિષાનો ચહેરો, ગોળ મટોળ ગાલ જોઈને તમને પણ ગાલ ખેંચવાનું મન થઇ જશે

વાહ સ્વર્ગથી આવેલી પરી જેવી લાગી છે શિલ્પા શેટ્ટીની લાડલી, જુઓ પહેલીવાર ચહેરો જોવા મળતા ફેન્સ ખુશખુશાલ

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ પોતાના કરિયરમાં એકથી એક સારી સારી ફિલ્મો કરીને લોકોનું દિલ જીતી લીધું છે. તેની અદાઓ અને લુકના આજે પણ લોકો ઓછા દીવાના નથી. હિન્દી સિનેમા જગતમાં પોતાની કલાકારી અને ફિટનેસના કારણે પ્રખ્યાત થયેલી એક્ટ્રેસએ હાલમાં જ પોતાના 45 માં જન્મદિવસની ઉજવણી કરી હતી.

બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી વર્ષ 2020 શરૂઆતમાં15 ફેબ્રુઆરીએ એક નાનકડા મહેમાનનું સ્વાગત કર્યું હતું. 44 વર્ષની ઉંમરમાં સરોગેસીથી લાડલી શમિષા શેટ્ટી કુન્દ્રાની માતા બની હતી. સોશિયલ મીડિયામાં શિલ્પાએ તેની તસ્વીર શેર કરી હતી. જેમાં તે શિલ્પાની આંગળી પકડતી નજરે આવી હતી. હવે શિલ્પાએ સરોગેસીને લઈને ખુલીને વાત કરી હતી. શિલ્પાએ જણાવ્યું હતું કે, તે લાંબા સમયથી દત્તક લેવાનો પ્લાન કરી રહી હતી તો આ સાથે જ તેને ઘણા મિસ કેરેજ થયા હતા.

બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી શિલ્પા શેટ્ટી હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલી રહે છે. તેમજ પોતાની તસવીરો અને વિડીયો પણ તે શેર કરતી રહે છે. થોડા સમય પહેલા તેને માતા બનવાના સમાચાર પણ આપ્યા હતા. અને દીકરીનું નામ સમિષા જણાવ્યું હતું. પરંતુ દીકરી સમિષાની કોઈ તસવીરો તેને છેલ્લા ઘણા સમયથી શેર નહોતી કરી.

Image Source

પરંતુ આજે શિલ્પા શેટ્ટી જયારે પોતાની ઓફિસ પહોંચી ત્યારે તેની દીકરી સમિષા સાથે આવી હતી અને ત્યારે પેપરાઝી તેની તસવીરો લેવા માટે તૈયાર જ હતા. અને પોતાના કેમેરામાં તેની તસવીરો કેદ કરી લીધી હતી.

Image Source

સમિષાને શિલ્પાએ ઊંચકી હતી. ત્યારે સમિષાએ ગ્રે કલરનું જીન્સ અને પિન્ક ટોપ પહેર્યા હતા. તો શિલ્પા શેટ્ટીએ બ્લૂ શર્ટ અને ડેનિમ જિન્સ સાથે બ્લેક માસ્ક પહેરીને આવી હતી.

Image Source

આ તસ્વીરોમાં સમિષાના ગાલ ગોળ મટોળ દેખાઈ રહ્યા હતા. તેમજ આ તસ્વીરોમાં તે ખુબ જ ક્યૂટ દેખાઈ રહી હતી. એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી આજકાલ ટિક્ટોક પટ ઘણી એક્ટિવ રહે છે. આ સાથે જ તે સમીશા સાથે પણ સમય વિતાવી રહી છે. સમીશા 15 મેએ 3 મહિનાની થઇ ગઈ છે. શિલ્પાએ દીકરી સમીશા અને વિયાન સાથે એક તસ્વીર શેર કરી છે. આ સાથે જ દીકરીને વિશ પણ કર્યું છે. બાળકો સાથેની શિલ્પાની તસ્વીરને ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

શિલ્પાએ જણાવ્યું હતું કે, આખરે તેને સરોગેસીની પસંદગી કેમ કરી હતી. એક મીડિયા સાથેની વાતચિત્તમાં જણાવ્યું હતું કે, વિયાન બાદ અમે લાંબા સમયથી બાળકોની પ્લાંનિંગ કરી રહી હતી. પરંતુ હું એક ઓટો ઇમ્યુન બીમારીથી ઝઝૂમી રહી હતી. જેને મારી પ્રેગનેંન્સી દરમિયાન રોલ ભજવ્યો હતો. જેના કારણે મારા ઘણા મિસકેરેજ થયા હતા જે મારી માટે એક સમસ્યા હતી.