પતિ રાજ કુંદ્રા વગર જ બાળકો અને માતા સાથે ફરવા નીકળી શિલ્પા શેટ્ટી, ફોટોગ્રાફર્સને જોતા જ રડવા લાગી દીકરી સમીષા

રાજ કુંદ્રા ક્યાં ગાયબ? શિલ્પા શેટ્ટી માતા સુનંદા અને દીકરા-દીકરી સાથે પહોંચી અલીબાગ, સાથે ન જોવા મળ્યા પતિ રાજ કુંદ્રા

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી માટે છેલ્લા બે મહીના ઘણા મુશ્કેલ હતા. પતિ રાજ કુંદ્રાની ગંદી ફિલ્મો બનાવવા માટે અને તેને એપ પર પ્રકાશિત કરવા મામલે ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ બે મહીના બાદ જેલમાંથી બહાર આવ્યા હતા. પતિની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટી અને તેના પરિવારને ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો. પરંતુ બધી પરેેશાનીનો સામનો કરતા તેણે ઘર અને બાળકોને ઘણી સારી રીતે સંભાળ્યા.

હાલમાં જ શિલ્પા શેટ્ટીને બાળકો અને માતા સાથે ગેટ વે ઓફ ઇન્ડિયા સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રા નજર આવ્યા ન હતા. શિલ્પા વીકેંડ પર બાળકો અને માતા સાથે અલીબાગ રવાના થઇ હતી. શિલ્પાની ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જેમાં જોઇ શકાય છે કે, તેણે વિયાનનો હાથ પકડ્યો છે અને સમીષાને ખોળામાં લીધી છે.

શિલ્પા બ્લુ કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી અને તેણે સ્લિપ ઓન ફુટવેર તથા સનગ્લાસેસ કેરી કર્યા હતા. શિલ્પાની માતા સુનંદા આ દરમિયાન સૂટમાં જોવા મળી હતી. શિલ્પાની દીકરીના લુકની વાત કરીએ તો, સમીષા પિંક ફ્રોકમાં ખૂબ જ ક્યુટ જોવા મળી હતી અને વિયાન ટી શર્ટ અને શોર્ટ્સમાં નજર આવી રહ્યો હતો. તસવીરોમાં જોઇ શકાય છે કે, સમીષા ભીડ જોઇ થોડી ડરી ગઇ હતી અને રડવા લાગી હતી.

રાજ કુંદ્રાની વાત કરીએ તો, તે જેલમાંથી બહાર આવ્યા બાદ નજર નથી આવી રહ્યા. તે ગંદી ફિલ્મોના કેસ મામલે જમાનત પર બહાર છે. શિલ્પાએ રાજ મામલા પર એકમાત્ર નિવેદનમાં કહ્યુ હતુ કે, તેના પરિવાર માટે આ ચુનોતીપૂર્ણ સમય રહ્યો છે, પરંતુ તેમને મુંબઇ પોલિસ અને ન્યાયિક વ્યવસ્થા પર પૂરો વિશ્વાસ છે.

રાજ કુંદ્રાની ધરપકડ બાદથી શિલ્પાએ તેના બે બાળકો વિયાન અને સમીષા માટે પરિવારની નિજતાનું સમ્માન કરવાનો પણ આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, અમે મીડિયા ટ્રાયલને લાયક નથી. મહેરબાની કરીને કાનૂનને તેનું કામ કરવા દો.

શિલ્પાના વર્કફ્રંટની વાત કરીએ તો, શિલ્પા છેલ્લે ડાંસ રિયાલિટી શો સુપર ડાંસર ચેપ્ટર 4માં જોવા મળી હતી. આ ઉપરાંત શિલ્પાએ 13 વર્ષ જેટલા લાંબા સમય બાદ ફિલ્મોમાં વાપસી કરી છે. તેની ફિલ્મ થોડા સમય પહેલા જ હંંગામા 2 રીલિઝ થઇ છે. હવે તે નિકમ્મામાં નજર આવશે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Shah Jina