ખુશખબરી: શિલ્પા શેટ્ટી કમબેક થઇ ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’માં શિલ્પાએ કહ્યું કે આજે પણ મહિલાઓને…

અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેના પતિ રાજ કુન્દ્રાની ધરપકડના એક મહિના બાદ ડાન્સ રિયાલિટી શો ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’માં જજ તરીકે પરત ફરી છે. આગામી એપિસોડના પ્રોમોમાં શિલ્પાની વાપસીને હાઇલાઇટ કરવામાં આવી છે. શો દરમિયાન ફરી એકવાર શિલ્પાનું દર્દ જોવા મળ્યું હતું. તેણે કહ્યું કે આજે પણ મહિલાઓએ પોતાના અધિકારો માટે લડવું પડે છે. આ વખતનો એપિસોડ ‘અમર ચિત્ર કથા સ્પેશિયલ’ થવાનો છે.

તાજેતરમાં જ શોનો એક પ્રોમો સામે આવ્યો છે જેમાં શિલ્પા રાણી લક્ષ્મીબાઈ પર આધારિત પરફોર્મન્સ જોયા બાદ સમાજમાં મહિલાઓની સ્થિતિ વિશે વાત કરતી જોવા મળે છે. શિલ્પા કહે છે કે હું જયારે પણ ઝાંસીની રાણી વિશે જયારે પણ સાંભળું છુ ત્યારે મને એવું લાગે છે સમાજનો ચેહરો દેખાય છે. મહિલાઓને તેમના હક માટે પતિ પછી લડાઈ કરવી પડતી હોય છે તમારા અસ્તિત્વ માટે તમારા બાળકો માટે. આ વાર્તા મહિલાઓને લડવાની શક્તિ આપે છે અને રાણી લક્ષ્મીબાઈએ તેમના જીવન માટે લડ્યા.

તેમણે આગળ કહ્યું- ‘ઝાંસીની રાણી ખરેખર એક સુપરવુમન હતી. આ સત્ય હતું આ આપણો ઇતિહાસ છે અને તે મને ગર્વથી ભરી દે છે કે હું આવી નિડર મહિલાના દેશમાં જન્મી હતી. પરિસ્થિતિ ગમે તે હોય પણ મહિલાઓમાં એ પાવર હોય છે આપણે લડી શકીએ છીએ. જે મહિલા પોતાના અધિકારો માટે લડે છે આજે તે બધાને મારો સાષ્ટાંગ દંડવત પ્રણામ.’

આ બધી વાતો બોલતા શિલ્પાની આંખોમાંથી દુઃખ સ્પષ્ટ દેખાતું હતું જેમાંથી તે પસાર થઈ રહી છે. એવું લાગતું હતું કે લક્ષ્મીબાઈની વાત કરતી વખતે શિલ્પા પોતાની વાર્તા કહી રહી હતી કારણ કે રાજ કુન્દ્રાની ધરપકડ બાદ હવે શિલ્પા પોતાની લડાઈ જાતે લડી રહી છે.

જણાવી દઈએ કે રાજ કુન્દ્રાની 19 જુલાઈ 2021ના ​​રોજ અશ્લીલ વીડિયો બનાવવા અને અપલોડ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી અને તેને અત્યાર સુધી જામીન મળ્યા નથી. છેલ્લા એક મહિનામાં જીવનના ઘણા ઉતાર ચઢાવ જોયા પછી શિલ્પાનું શોમાં પરત ફરવું એક મોટી હિંમતનું કામ માનવામાં આવી રહ્યું છે.

Patel Meet