44 વર્ષની શિલ્પા શેટ્ટીએ અચાનક જ બીજી વાર માં બનવાની ખબર આપીને દરેકને ચોંકાવી દીધા હતા. 15 ફેબ્રુઆરીના રોજ રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી માતા પિતા બન્યા છે. સેરોગેસી ટેક્નિક દ્વારા શિલ્પાની ક્યૂટ દીકરીનો જન્મ થયો હતો જેનું નામ શેટ્ટી પરિવારે સમીશા શેટ્ટી રાખ્યું છે.

દીકરીના જન્મના એક અઠવાડિયા પછી શિલ્પાએ ઇન્સ્ટાગ્રામ પર દીકરીના જન્મની ખુશખબર આપી હતી. એવામાં જોત જોતામાં શિલ્પાની દીકરી એક મહિનાની થઇ ચુકી છે.
આ ખાસ મૌકા પર શિલ્પાએ દીકરીની તસ્વીર શેર કરી છે જેમાં પુરા પશેટ્ટી પરિવારે એક-બીજાના હાથ પર પોતાના હાથ રાખેલા છે.
તસ્વીરમાં સૌથી પહેલા રાજ કુંદ્રાનો હાથ છે, તેના પર શિલ્પા શેટ્ટીનો, તેના પછી દીકરા વિયાનનો અને અંતે નવજાત દીકરી સમીશા શેટ્ટીનો હાથ છે.

તસ્વીર શેર કરીને શિલ્પાએ ભાવુક પોસ્ટ પણ લખી હતી, શિલ્પાએ લખ્યું કે,”તારો પહેલો પડાવ, મારી રાજકુમારી સમીશા. એક મહિનો પૂરો કરવાની શુભકામનાઓ. હું તને ખુબ જ પ્રેમ કરું છું”.
આગળના અમુક દિવસો પહેલા શિલ્પા પોતાના પુરા પરિવાર સાથે મુંબઈ એરપોર્ટ પણ જોવા મળી હતી. આ દરમિયાન શિલ્પાએ દીકરી સમીશાને પતાના હાથમાં ઊંચકી રાખી હતી. તેની સાથે રાજ કુંદ્રા અને વિયાન પણ મીડિયાને પોઝ આપી રહ્યા હતા, દીકરીને ખોળામાં લીધેલી શિલ્પા ખુબ જ ખુશ દેખાઈ રહી હતી.

સમીશાના જન્મ પછી એક ઇન્ટરવ્યૂમાં શિલ્પાએ કહ્યું હતું કે,”અમે આગળના પાંચ વર્ષથી બીજા બાળક માટેની કોશિશ કરી રહ્યા હતા. મેં નિકમ્મા ફિલ્મ સાઈન કરી લીધી હતી અને હંગામા-2 માટે પણ તારીખ નક્કી કરી લીધી હતી. મને ખબર મળી કે ફેબ્રુઆરીમાં અમે માતા-પિતા બનવાના છીએ, ત્યારે મેં મારા કામને જલ્દી-જલ્દી પૂર્ણ કરી લીધું”.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.