શિલ્પા શેટ્ટીના બગીચામાં ઉગી ગયા જામફળ, તો ખુશીથી નાચવા લાગી અભિનેત્રી, જુઓ વીડિયો

બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અવાર નવાર ચર્ચામાં રહેતી હોય છે. થોડા સમય પહેલા જ તેના પતિ રાજ કુન્દ્રા ઉપર ગંદી ફિલ્મો બનાવવાનો અને તેને એપ ઉપર પ્રસારિત કરવાનો આરોપ લાગ્યો હતો જેના બાદ રાજ કુન્દ્રાને જેલમાં પણ જવાનો વારો આવ્યો. હાલ રાજ કુન્દ્રા જામીન ઉપર બહાર છે, ત્યારે શિલ્પા પણ આ દરમિયાન ખુબ જ ખુશ જોવા મળી રહી છે.

શિલ્પા શેટ્ટી ક્યારેક યોગા કરતા તો ક્યારેક પોતાના સ્ટાઈલિશ અંદાજમાં ફોટોશૂટ કરતી નજર આવે છે અને તેની તસવીરો અને વીડિયો પણ તે સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. ત્યારે હાલમાં શિલ્પાનો એક નવો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે તેના બગીચાની અંદર નજર આવી રહી છે.

શિલ્પા શેટ્ટી તેના બગીચાની અંદર જામફળ બતાવી રહી છે. શિલ્પાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે. શિલ્પાએ આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે પોતાના બગીચાની અંદર છે અને બહુ જ બધા જામફળ ઉગવાની ખુશીમાં ઝૂમી રહી છે.

વીડિયોની અંદર એક વ્યક્તિ પણ નજર આવી રહ્યો છે, જે ઝાડ ઉપરથી અભિનેત્રીને જામફળ તોડીને બતાવી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ ઉપર શિલ્પા શેટ્ટીના આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ નિહાળી લીધો છે અને તેના ચાહકો પણ આ વીડિયોને જોઈને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

શિલ્પા શેટ્ટીના વર્કફ્રન્ટની જો વાત કરવામાં આવે તો તેને છેલ્લા “હંગામા 2″માં જોવામાં આવી હતી. તેને ઘણા વર્ષો બાદ પડદા ઉપર વાપસી કરી. શિલ્પા જલ્દી જ ફિલ્મ “નિકમ્મા”માં પણ નજર આવવાની છે. આ ફિલ્મમાં તે ભાગ્યશ્રીના દીકરા અભિમન્યુ દાસાની અને શર્લે સેતિયા સાથે મુખ્ય ભૂમિકા નિભાવતી જોવા મળશે.

Niraj Patel
error: Unable To Copy Protected Content!