શિલ્પા શેટ્ટીના કદમ પર ચાલી રહી છે દીકરી અને દીકરો વિયાન…

રાજ કુંદ્રાના દીકરા અને દીકરીએ એવું કામ કર્યું કે આખી દુનિયા જોતી જ રહી ગઈ

ફિટનેસ ફ્રીક બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી હેલ્દી લાઇફસ્ટાઇલને કેટલુ મહત્વ આપે છે, તે વાત કોઇનાથી છૂપાયેલી નથી. શિલ્પા યોગ લવર છે અને યોગા કરતા ઘણીવાર તે તેની વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.હવે શિલ્પાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, તેમાં તે તેના બંને બાળકોને યોગ કરાવતી જોવા મળી રહી છે.

શિલ્પા શેટ્ટી ફિટનેસ, વર્કઆઉટ અને યોગાને લઇને ખૂબ જ એક્ટિવ રહે છે. શિલ્પાએ હાલમાં જ તેના બંને બાળકોનો વીડિયો શેર કર્યો છે, જેમાં બંને બાળકો ક્યુટ જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો એટલા માટે ખાસ છે કારણ કે તેના બંને બાળકો યોગા કરતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયોમાં શિલ્પા શેટ્ટીનો દીકરો વિયાન યોગા કરતો જોવા મળી રહ્યો છે અને તેની દીકરી સમીશા ભાઇ વિયાનને જોઇ કોપી કરવાની કોશિશ કરી રહી છે. જો કે, શિલ્પા શેટ્ટીની દીકરી સમીશા ઘણી નાની છે પરંતુ જે રીતે તે કોપી કરવાની કોશિશ કરી રહી છે તે ખૂબ જ પ્રેમાળ છે. શિલ્પા શેટ્ટી વીડિયોમાં નજર આવી રહી નથી પરંતુ તેનો અવાજ સંભળાઇ રહ્યો છે. શિલ્પા બંને બાળકોને યોગ કરવાનું શીખવી રહી છે. વીડિયોમાં વિયાન નાની બહેન સમીશાને ઠીક રીતે યોગ કરવાનું શીખવાડતા દેખાઇ રહ્યો છે.

શિલ્પા શેટ્ટીએ શેર કરેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. શિલ્પાના બંને બાળકોની સમજદારી અને એકબીજા સાથે બોન્ડિંગના ચાહકો કાયલ થઇ રહ્યા છે. લગભગ 3 કલાકની અંદર જ શિલ્પાના બાળકોનો આ ક્યુટ વીડિયો પર લાખો વ્યુઝ આવી ચૂક્યા હતા.

શિલ્પા શેટ્ટીએ આ વીડિયો શેર કરતા ખૂબ જ સરસ કેપ્શન પણ લખ્યુ છે. શિલ્પાએ લખ્યુ કે, બાળક ભીની માટીની જેમ હોય છે. આપણે જલ્દી તેમની અપ્રોચ એક હેલ્દી લાઇફસ્ટાઇલની જેમ ઢાળવી જોઇએ. તેમાં બેલેન્સ ડાયટ એન્જોય કરવા, ફિટ રહેવા અને મગજ અને આત્મા પર કંટ્રોલ કરતા આવડવુ જોઇએ. વિયાન સાથે મે કંઇક આવું જ કરવાની કોશિશ કરી હતી અને વે તે તેની નાની બહેન સમીશાને યોગ શીખવી રહ્યો છે, તે જોઇને મને ગર્વ થઇ રહ્યુ છે.

જણાવી દઇએ કે, શિલ્પા શેટ્ટી આ દિવસોમાં ડાંસ રિયાલિટી શો “સુપર ડાંસર ચેપ્ટર 4″ને જજ કરતી જોવા મળી રહી છે. શોમાં શિલ્પા ચાહકોને ડાંસ અને મસ્તીથી ઘણી એન્ટરટેઇન કરતી પણ જોવા મળે છે. આ શો બાદ શિલ્પા વધુ એક રિયાલિટી શો જજ કરતી જોવા મળશે.

Shah Jina