મનોરંજન

શિલ્પા શેટ્ટીનું ઘર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનેલું છે, જુઓ અંદરની 10 તસ્વીરો

નસીબ જોર કરે છે શિલ્પા શેટ્ટીના, ધનવાન રાજને પરણીને નસીબ ખુલ્યા…જુઓ વૈભવી ઘરનો નઝારો

એક્ટ્રેસ  શિલ્પા શેટ્ટીએ પોતાના કરિયરમાં એકથી એક સારી સારી ફિલ્મો કરીને લોકોનું દિલ જીતી લીધું છે. તેની અદાઓ અને લુકના આજે પણ લોકો ઓછા દીવાના નથી. હિન્દી સિનેમા જગતમાં પોતાની કલાકારી અને ફિટનેસના કારણે પ્રખ્યાત થયેલી એક્ટ્રેસએ હાલમાં જ પોતાના 45 માં જન્મદિવસની ઉજવણી કરી હતી.

1993 માં આવેલી ફિલ્મ ‘બાજીગર’ ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરનારી આ એક્ટ્રેસની લક્ઝરી લાઇફ જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. 2009 માં શિલ્પાએ જાણીતા ઉદ્યોગપતિ રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતા.

દેશમાં લોકડાઉનને કારણે શિલ્પા શેટ્ટી હાલમાં પરિવાર સાથે સમય વિતાવી રહી છે. જુહુમાં શિલ્પા શેટ્ટીનું અદભૂત ઘર છે. વર્કઆઉટ કરવા માટે આ મકાનમાં એક જીમ પણ છે.

તેની સાથે સાથ આ તેને આ ઘરમાં એ બગીચો પણ છે. શિલ્પા શેટ્ટી પોતાના ઘરના ફોટા ચાહકો સાથે શેર કરતી રહે છે. તેના ઘરનું નામ ‘કિનારા’ છે. અને રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝાન ખાને તેનું ઇન્ટિરિયર ડિઝાઇન કર્યું છે.

તેનું આ ઘર કોઈ મહેલથી ઓછું નથી. તે અને રાજ કાયમ પોતના ઘરની કેટલીક તસ્વીરો સોશ્યિલ મીડિયામાં શેર કરે છે. જુઓ તેને આલીશાન ઘરની કેટલીક તસ્વીરો.

શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી તસ્વીરોમાં અને વીડિયોમાં પતિ રાજ કુંદ્રા સાથે ઘરમાં આરામ કરતી જોવા મળે છે તો ક્યારેક તે બગીચામાં તાજી હવા માણતી જોવા મળે છે તો ક્યારેક ક્યારેક તે રસોડામાં પુત્ર વિયાન સાથે વાનગીઓ બનાવતા જોવા પણ જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે હાલમાં જ શિલ્પા શેટ્ટીના ઘરે હાલમાં જ નાનું મહેમાન આવ્યું છે.  જેનું નામ સમિષા શેટ્ટી કુંદ્રા છે. શિલ્પા સેરોગેસીની માતા છે.

શિલ્પા શેટ્ટીના ઘરની અંદર અનેક માસ્ટરપીસ છે. એક વિચિત્ર આકારમાં તૈયાર કરવામાં આવેલું લીવીંગ રૂમ, બગીચામાં હેન્ડ સ્ટોન પણ મૂકવામાં આવ્યો છે, એક મોટો ઘોડો, આવી ઘણી વસ્તુઓ જે ઘરમાં ફેંગ શુઇ અને વાસ્તુ શાસ્ત્ર અનુસાર રાખવામાં આવે છે.

શિલ્પા શેટ્ટી જ્યારે પણ વર્કઆઉટ કરે છે ત્યારે ઘરના જુદા જુદા ભાગોમાં કરતી જોવા મળે છે. તાજેતરમાં શિલ્પા પુત્રી સમિશા સાથે બાલ્કનીમાં રમતી જોવા મળી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો હતો.