મનોરંજન

ખુબ બટેટા અને ઘી ખાય છે શિલ્પા શેટ્ટી,કહ્યું-”ડાઈટિંગનો અર્થ તેલ બંધ કરવું નથી….”

ફિટનેસ અને યોગાનું નામ આવે તો તેમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે.અભિનેત્રી શિલ્પા શેટ્ટી ફિટનેસ માટે જાણવામાં આવે છે.પોતાના વ્યસ્ત શેડ્યૂલના ચાલતા તે પોતાના ફિટનેસ પર પણ પૂરતું ધ્યાન આપે છે, અવાર-નવાર શિલ્પા પોતાનો યોગા કરતો વિડીયો કે તસ્વીરો પોતાના એકાઉન્ટ પર શેર કરતી રહે છે.શિલ્પા શેટ્ટીના યોગા બૉલીવુડથી માંડીને સામાન્ય લોકોને પણ પ્રભાવિત કરે છે.

જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર શિલ્પાના યોગ અને વ્યાયામ કરતા વીડિયોને ફૈન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે.શિલ્પા શેટ્ટીના આધારે તે વ્યાયામ કરતા વધારે યોગાને મહત્વ આપે છે, શિલ્પાના અનુસાર જીમમાં પરસેવો પાડવાને બદલે માત્ર યોગા દ્વારા પણ વજનને ઘટાડી શકાય છે.શિલ્પાના પતિ રાજ કુંદ્રાએ પણ યોગ કરીને પોતાનો 8 કિલો વજન ઓછો કર્યો હતો. આજે અમે તમને શિલ્પા શેટ્ટીના રોજિંદા પ્લાન વિશે જણાવીશું કે આખરે કેવી રીતે તે પોતાના શરીરને એકદમ આકર્ષક,ફિટ અને સુંદર રાખે છે.

શિલ્પાને જ્યારે તેના ડાઈટિંગ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે,”લોકોને ન્યુટ્રીશન વિશેની પુરી સમજણ હોવી ખુબ જ જરૂરી છે. જેમાં માત્ર 30 ટકા જ તમારું વર્કઆઉટ હોય છે તે પછી વ્યાયામ હોય કે પછી યોગા, અને 70 ટકા તમારી યોગ્ય ડાઈટ હોવી જોઈએ. પણ ડાઈટ કરવાનો અર્થ એ નથી કે તમે તમારા ભોજનમાં તેલ ખાવાનું જ બંધ કરી દો. શિલ્પા શેટ્ટી ક્યારેય પણ લોકોને તેલ ખાવાનું બંધ કરવાની સલાહ નથી આપતી.

આ છે શિલ્પાનું એક્સરસાઇઝ રૂટિન:
પોતાને એકદમ ફિટ રાખવા માટે શિલ્પા દરેક પ્રકારના વ્યાયામ કરે છે. જેમાં કાર્ડિયોથી લઈને સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને ખાસ કરીને યોગા ચોક્કસ શામિલ હોય છે.તે અઠવાડિયામાં પાંચ દિવસ વર્કઆઉટ કરે છે. જેમાં બે દિવસ યોગા કરે છે, બે દિવસ સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને એક દિવસ કાર્ડિયોને આપે છે.

શિલ્પાના અનુસાર સારા ફાઈબર અને સારા કાર્બ્સ ખાવા જોઈએ.શિલ્પા અઠવાડિયામાં છ દિવસ પોતાના ખોરાક પર નિયંત્રણ કરે છે અને રવિવારે એક દિવસ તે ચિટ ફૂડ ખાય છે.શિલ્પા રોજની 1800 કેલેરી એનર્જી લે છે. તેના દિવસની શરૂઆત એલોવેરા જ્યૂસની સાથે થાય છે.યોગ અને વ્યાયામ કર્યા પછી શિલ્પા પ્રોટીન શેક લે છે.શિલ્પા કહે છે કે આજના ભાગદોડ ભરેલા જીવનમાં દરેક કોઈ બીમારીની ચપેટમાં આવી જાય છે દવાખાનાંના ચક્કર લગાવે છે, અને પૈસા બરબાદ કરે છે પણ કૂદરતી સ્વરૂપે આપવામાં આવેલા યોગાનો ઉપોયગ કોઈ નથી કરતું.

ઘી વગર ભોજન અધૂરું માને છે શિલ્પા:
શિલ્પા કહે છે કે સારા ફાઈબર અને કાર્બોહાઇડ્રેટ લેવા જોઈએ અને કોણ કહે છે કે બટેટા કે ઘી ખાવાથી વજન વધી જાય છે? શિલ્પા બટેટા કે ઘી ખાવાનું ક્યારેય છોડતી નથી અને તેને જીરા આલુ ખુબ પસંદ છે.તે પોતાના રોજના ભોજનમાં ઘી ને પણ ચોક્કસ શામિલ કરે છે ઘી વગર તે પોતાના ભોજનને અધૂરું માને છે.

શિલ્પાના અનુસાર દરેકે રોજ યોગા ચોક્કસ કરવા જોઈએ.યોગ દરેક ઉંમરના લોકો કરી શકે છે. આ સિવાય શિલ્પા તણાવ કે સ્ટ્રેસને દૂર કરવા માટે 10 મિનિટ મેડિટેશન પણ કરે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks