બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા આ દિવસોમાં ચર્ચામાં છે. રાજ કુંદ્રા 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ત્યારે ખબર આવી છે કે બોમ્બે હાઇકોર્ટ શિલ્પાની એપ્લિકેશનમાં જાહેર કરેલ રાઇટ ટુ પ્રાઇવસીને સાચી જણાવી છે. હાઇકોર્ટે કહ્યુ કે, અભિનેત્રીનો રાઇટ ટુ પ્રાઇવસી વાળો મામલો સાચો છે અને કોઇ પણ વ્યક્તિ કોઇ પર કે તેમના પરિવારના સભ્યો પર જે તકલીફો આવી રહી છે તેને લઇને કમેન્ટ નથી કરી શકતો.
તમને જણાવી દઇએ કે, રાજ કુંદ્રાની ધરપકડ બાદ શિલ્પા અને તેના પરિવાર વિરૂદ્ધ માનહાનિકારક ખબરોને લઇને શિલ્પાએ બોમ્બે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ પહેવા સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યુ હતુ કે, અભિનેત્રી વિરૂદ્ધ રીપોર્ટિંગ કરવાર મીડિયા હાઉસને રોકવાનો આદેશ જારી કરવાથી પ્રેસની આઝાદી પર પ્રતિકૂળ પ્રભાવ પડશે આ માટે તે રોકી નહિ શકે,
જો કે, યુટયૂબ ચેનલ્સ પર અપલોડ કરવામાં આવેલ વીડિયોને હટાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેમણે એ પણ કહ્યુ હતુ કે, શિલ્પા એક પબ્લિક ફિગર છે અને આ માટે તેમને લઇને જે આર્ટિકલ્સ આવી રહ્યા છે તે ડિફેમેટ્રી નથી. જો કે, કોર્ટે હવે ક્લીયર કરી દીધુ છે કે, રાઇટ ટુ પ્રાઇવસીને નજર અંદાજ નહિ કરી શકાય.
કોર્ટે સ્ટેટમેંટ જારી કરી કહ્યુ કે, કોઇ કોર્ટ એવું નહિ કહી શકે કારણ કે એક માણસ પબ્લિક ફિગર છે તો તેને રાઇટ ટુ પ્રાઇવસીનો અધિકાર નહિ મળે. રાઇટ ટુ ફ્રી સ્પીચનો મતલબ એ નથી કે કોઇના રાઇટ ટુ પ્રાઇવસીને ખત્મ કરો. કોર્ટે એ પણ કહ્યુ કે, ઇન્વેસ્ટિગેશનને લઇને જે રીપોર્ટિંગ છે તેને પણ ફ્રીડમ ઓફ સ્પીચ અને પ્રેસને કારણે રોકવામાં આવી શકતુ નથી.
ઉલ્લેખનીય છે કે, શિલ્પાના એપ્લિકેશન બાદ કેટલાક આર્ટિકલ્સ અને વીડિયોને હટાવી દેવામાં આવ્યા છે. પરંતુ કોર્ટ બધા આર્ટિકલ્સ નથી હટાવી શકતા.રાજ કુંદ્રા મામલે શિલ્પાએ સોમવારે તેનું સ્ટેટમેંટ જારી કર્યુ હતુ. આ સ્ટેંટમેંટ તેનું રાજની ધરપરડ બાદનું પહેલુ સ્ટેટમેંટ છે. તેણે અપીલ કરી છે કે તેના પરિવાર અને બાળકોની પ્રાઇવસીનું સમ્માન કરવામાં આવે.
View this post on Instagram