મનોરંજન

ગણેશ ચતુર્થી પર રાધા-કૃષ્ણના અવતારમાં જોવા મળ્યા હતા શિલ્પા શેટ્ટી-રાજ કુંદ્રા, જુઓ વિડીયો

સામાન્ય જનતાની સાથે સાથે બૉલીવુડ જગતમાં પણ ગણેશજીના તહેવારનો ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરેક બૉલીવુડ કિરદારો આ અવસરની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે.

આ તહેવારની ઉજવણી કરવા માટે બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ કોઈથી પાછળ નથી. આગળના 10 વર્ષોથી તે પોતાના ઘરે ગણપતિ બાપાનું સ્વાગત કરતી આવી છે, એવું જ કંઈક આ વર્ષે પણ જોવા મળ્યું છે. દોઢ દિવસ સુધી પોતાના ઘરે ગણપતિજીની સ્થાપના કર્યા પછી આગળના દિવસે બાપાની ધામધૂમથી વિદાઈ પણ કરી છે.

આ ખાસ મૌકા પર તેના પતિ રાજ કુંદ્રા પણ જોવા મળ્યા હતા. આ સિવાય દીકરી વિયાન કુંદ્રા અને બહેન શમિતા શેટ્ટી પણ તહેવારની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. આ વચ્ચે રાજ કુંદ્રાએ એક નાનો એવો વિડીયો પણ શેર કર્યો છે.

વીડિયોમાં રાજ કુંદ્રા શિલ્પા શેટ્ટી સાથે રાધા-કૃષ્ણ અવતારમાં પોઝ આપતા દેખાઈ રહ્યા છે. વિડીયો શેર કરતા તેમણે લખ્યું કે,”આ તે દુર્લભ ક્ષણોમાંની એક છે જ્યારે તે મારી ધુન પર નાચી રહી છે. મારી હોટ ગર્લફ્રેન્ડ મારી રાધા જેને આપણે શિલ્પા શેટ્ટી કહીયે છીએ”.

આ વીડિયોમાં રાજ કુંદ્રા વાંસણી વગાડી રહેલો પોઝ આપી રહ્યા છે, અને શિલ્પા શેટ્ટી વાંસણીની ધૂન પર ડાન્સ કરતી દેખાઈ રહી છે. વીડિયોમાં બંન્ને વચ્ચેનો પ્રેમ અને બોન્ડીગ સ્પષ્ટ દેખાઈ રહી છે.

જુઓ રાજ કુન્દ્રા-શિલ્પા શેટ્ટીનો વિડીયો…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks