મનોરંજન

બીજી વાર માતા બની શિલ્પા શેટ્ટી, દીકરીનો હાથ પકડીને તસ્વીર શેર કરી- જુઓ ક્લિક કરીને

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રા બીજી વખત મા બની છે. શિલ્પાના ઘરે આ વખતે દિકરીનો જન્મ થયો છે. દિકરીનું નામ સમિષા શેટ્ટી રાખવામાં આવ્યું છે. સરોગેસી દ્વારા શિલ્પા શેટ્ટીએ દિકરીને જન્મ આપ્યો. દિકરીનો જન્મ 15 ફેબ્રુઆરીએ થયો હતો.

Image Source

શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાએ ઓફિસિયલમાં તેની જાણકારી આપતાં તેમની લાડલીની એક શેર કરી છે.શિલ્પા શેટ્ટી કુંદરા અને રાજ કુંદરા બન્યા છે મમ્મી-પપ્પા. નાનકડી દીકરીને તેમણે તેમના કુટુંબમાં આવકારી છે. તમે વિચારતા હસો કે શિલ્પા શેટ્ટીની કમર હજી પાતળી છે કારણકે આ બાળક આ યુગલે સરોગસી દ્વારા મેળવ્યું છે. શિલ્પા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ શેર કરી હતી જેમાં નાનકડી બાળકીનો નાજુક હાથ માંના હાથ પકડેલો હોય તેવી તસવીર પણ શેર કરાઇ હતી.

આ તસવીરમાં જોઇ શકાય છે કે માસૂમ સમિષાએ પોતાની મા શિલ્પાની આંગળી પકડી છે. જો કે બાળકીનો ફેસ શિલ્પાએ હજુ સુધી ફેન્સને નથી દેખાડ્યો. શિલ્પા શેટ્ટીએ આ તસવીર સાથે આ જાણકારી જેવી શેર કરી, તેવી જ આ ખબર વાયરલ થઇ ગઇ. સોશિયલ મીડિયા પર લોકો શિલ્પા અને રાજ કુંદ્રાને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. ચાહકો પર તેમના માટે ખુશ છે.

Image Source

તમને દઇએ કે આ શિલ્પા શેટ્ટીનું બીજુ સંતાન છે. શિલ્પા અને રાજે વર્ષ 2009માં લગ્ન કર્યા હતા. 2012માં શિલ્પાએ પોતાના પ્રથમ સંતાન (દિકરો વિયાન)ને જન્મ આપ્યો હતો. શિલ્પા ઇન્ટરનેટ પર ખૂબ જ એક્ટિવ છે. તેના લાખો ફોલોઅર્સ છે અને તેના વિશે જાણવા માટે લોકો ઘણાં ઉત્સુક રહે છે. તેવામાં શિલ્પાએ પોતાના ચાહકો સાથે આ ખુશખબર શેર કરી છે.

શિલ્પા શેટ્ટીએ દીકરીનું નામ સમીશા પાડ્યું છે. 15 ફેબ્રુઆરીએ જન્મેલી શમીશાને ઘરમાં આવકારતા શિલ્પાએ તેના નામનો અર્થ પણ સમજાવ્યો હતો. સંસ્કૃતમાં સ એટલે હોવું અને મિશા શબ્દનો અર્થ રશિયનમાં કોઇ ઇશ્વર સમું એમ થાય છે. જુનિયર SSK એટલે કે સમિશા શેટ્ટી કુંદરા લક્ષ્મીનો અવાતર છે અને તેના કુટુંબને કમ્પ્લીટ કરે છે તેવું પણ શિલ્પાએ લખ્યું હતું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.