મનોરંજન

શિલ્પા શેટ્ટીને લાગ્યો નવરાત્રીનો રંગ, ગીત વાગતા જ ઝૂમવા લાગી…જુઓ વીડિયો

બોલિવુડની ખૂબસુરત અદાકારા શિલ્પા શેટ્ટી બધા તહેવારોને ધામધૂમથી ઉજવે છે. ત્યારે હાલ નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે અને તેણે આ દરમિયાન માતાજીનું ઘરે સ્થાપન કર્યુ છે. જેની તસવીરો તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. આ ઉપરાંત તેણે એક વીડિયો શેર કર્યો છે, જે ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

શિલ્પાએ જે વીડિયો શેર કર્યો છે, તે ડાંસ રિયાલિટી શો સુપર ડાંસર ચેપ્ટર 4ના સ્ટેજનો છે. આ શોનો ફિનાલે 9 ઓક્ટોબરના રોજ થયો હતો અને આ શોમાં ફ્લોરિના ગોગોઇએ ટ્રોફી પોતાના નામે કરી હતી. ત્યાં જ શિલ્પાએ પણ શોના ફિનાલે પર ખૂબ જ સુંદર પર્ફોમન્સ આપ્યુ હતુ.

વીડિયોમાં જોઇ શકાય છે કે શિલ્પા “કેસરિયો રંગ તને લાગ્યો” પર ગરબે ઘૂમી રહી છે. આ વીડિયો શેર કરતાની સાથે શિલ્પાએ કેપ્શન પણ લખ્યુ છે કે, નવરાત્રિ દરમિયાન #Shilpakamantra. જયારે શંકા હોય ત્યારે ગરબા કરો. એ હાલો… જણાવી દઇએ કે, આ પહેલા શિલ્પાએ માતાજીની પૂજા કરતો પણ એક વીડિયો શેર કર્યો હતો અને તેમાં તે તેના દીકરા વિયાન અને દીકરી સમીશા સાથે જોવા મળી હતી.