મનોરંજન

શિલ્પા શેટ્ટીએ રામનવમીના દિવસે કરાવ્યું કન્યાઓને ભોજન, પોતાના હાથે બનાવ્યો મૈસુર પાક

ચૈત્ર નવરાત્રીનો કાલે છેલ્લો દિવસ હતો. આપણા દેશમાં નવરાત્રી ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવી હતી. ચૈત્ર નવરાત્રીનો છેલ્લો દિવસ એટલે રામનવમી, ભગવાન રામના જન્મદિવસના રૂપમાં મનાવવામાં આવે છે, ત્યારે આ તહેવાર પણ આખા દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.

Image Source

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ આ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો હતો. તેમને પોતાના ઘરે કન્યાભોજનું આયોજન કર્યું હતું. શિલ્પા શેટ્ટીએ પોતાની બહેન શમિતા શેટ્ટી સાથે મળીને નવરાત્રીના છેલ્લા દિવસે કન્યાઓને પોતાના ઘરે બોલાવીને ભોજન કરાવ્યું અને ભેટ પણ આપી હતી.

શિલ્પા શેટ્ટીના ઘરે આયોજિત આ કન્યાભોજની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. શિલ્પા શેટ્ટીએ આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. સોશિયલ મીડિયા વારયલ આ તસવીરોમાં જોઈ શકાય છે કે શિલ્પાએ કન્યાઓને પોતાના હાથેથી ભોજન જમાડ્યું હતું. તસ્વીરોમાં શિલ્પા આ પર્વને ખુશીથી આનંદથી મનાવતી જોવા મળી. તસવીરોમાં શિલ્પા જમીન પર બેસેલી જોવા મળે છે અને તેની સાથે તેમની બહેન શમિતા પણ મદદ કરતી જોવા મળે છે.

Image Source

શિલ્પાએ આ તસ્વીરોને શેર કરીને લખ્યું, ‘રામનવમીના પવન પર્વ પર બધા જ ઇન્સ્ટાગ્રામ ફેન્સને આશીર્વાદ અને શુભકામનાઓ મોકલી રહી છું. હેપ્પી કંચક’ શિલ્પા શેટ્ટી દ્વારા આયોજિત આ કન્યાભોજની સૌથી ખાસ વાત એ હતી કે તેને પોતાના હાથેથી મૈસુર પાક બનાવ્યો હતો. આ પછી શિલ્પાએ કન્યાઓને ભેટ પણ આપી.

શિલ્પાએ ખૂબ જ ધાર્મિક છે અને આ પ્રકારના ધાર્મિક આયોજન કરતી રહે છે. તેને ઘણા મંદિરોમાં પણ જોવામાં આવે છે. થોડા સમય પહેલા જ તેમને શિર્ડીના સાંઈ મંદિરમાં સોનાનો મુગુટ ચડાવ્યો હતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks