ઓછી નથી થઇ રહી શિલ્પા શેટ્ટીની મુસીબતો, હવે પોલીસ….વધુ એક દુઃખનો પહાડ તૂટી પડ્યો

શિલ્પા શેટ્ટી પર ફરી એક નવી મોટી મુસીબત તૂટી પડી, ફેન્સને આવી ગયું ટેંશન

પતિ રાજ કુન્દ્રાની ધરપકડ થયા બાદ હવે અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદા શેટ્ટીની મુશ્કેલીઓ વધતી નજર આવી રહી છે. શિલ્પા અને સુનંદા ઉપર કરોડો રૂપિયાના ઠગ કરવાનો આરોપ લાગ્યો છે. શિલ્પા અને તેમની માતા સુનંદા શેટ્ટી વિરિદ્ધ લખનઉના હજ઼રતગંજ અને વિભૂતિખંડ પોલીસ સ્ટેશનમાં બે FIR નોંધવામાં આવી છે, ત્યારબાદ પોલીસે સમગ્ર મામલો જાણવાની કોશિશ કરી રહી છે. અભિનેત્રી શિલ્પા અને તેની માતા પર વેલનેસ સેન્ટરના નામ ઉપર લાખો કરોડો રૂપિયાના ઠગનો આરોપ છે.

લાગેલા આરોપને જાણવા માટે લખનઉ પોલીસની એક ટીમ મુંબઈ પહોંચી ગઈ છે. બીજી એક ટીમ આજે મુંબઈ જવા માટે નીકળશે. લખનઉ પોલીસ જલ્દી શિલ્પા શેટ્ટી અને અને તેમની માતાની પૂછતાછ પણ થઇ શકે છે. આયોસિસ વેલનેસ સેન્ટર અભિનેત્રી શિલ્પા શેટ્ટીની એક ફિટનેસ ચેન છે. શિલ્પા તે કંપનીની ચેરમેન છે, અને તેમની માતા કંપનીની ડાયરેકર છે.

આરોપ છે કે વેલનેસ સેન્ટરની બંચ ખોલવાના નામ ઉપર બંનેએ લોકો જોડેથી કરોડો રૂપિયાની ઠગી કરી છે. પૈસા લઈને પણ અભિનેત્રી અને તેમની માતા તેમનું કમિટમેન્ટ પૂરું કર્યું નથી. ઓમેક્સ હાઈટ્સ નિવાસી જ્યોત્સના ચૌહાને વિભૂતિખંડ અને રોહિત વીર સિંહે હજારતગંજ પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ FIR નોંધાવી છે. પુછતાજ માટે શિલ્પા શેટ્ટી અને તેમની માતાને નોટિસ પણ આપવામાં આવી છે.

એક વર્ષ પહેલા FIRમાં આરોપ લગાવ્યો છે કે વેલનેસ સેન્ટર ખોલવાના નામ પર તેમની જોડેથી આયોસિસ કંપનીના કિરણ વાવા, વિનય ભસીન, અનિકા ચતુર્વેદી, ઈશરફિલ, નવનીત કૌર, આશા, પૂનમ જા સાથે બીજા ઘણા બધા લોકોને 2.5 કરોડ રૂપિયા બે વાંખ્મા વસુલ કર્યા હતા.

Patel Meet