ખબર મનોરંજન

મુંબઈમાં ખુલવાનું છે શિલ્પા શેટ્ટીનું નવું રેસ્ટોરન્ટ, ઉદ્દઘાટનમાં ઉમટી પડ્યા મોટા મોટા દિગજ્જ

બોલીવુડની સૌથી સુંદર ટેલેન્ટેડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે. તે પોતાની ઘણી તસવીરો અને વીડિયો પણ શેર કરે છે. આ દરમિયાન જ તેને કેટલીક તસ્વીર શેર કરી અને ચાહકોને જણાવ્યું છે કે તેનું નવું રેસ્ટોરન્ટ ખુલી રહ્યું છે. આ રેસ્ટોરન્ટ શિલ્પા શેટ્ટીનું છે અને તે બોલીવુડના સેલેબ્સના હેન્ગઆઉટ માટે છે. આ બાસ્ટિયન ચેનનું રેસ્ટોરન્ટ છે જેની કો-ઓનર શિલ્પા શેટ્ટી છે.

શિલ્પા શેટ્ટીએ આ રેસ્ટોરન્ટ મુંબઈના વર્લીમાં ખોલ્યું છે. શિલ્પાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર બે તસવીરો શેર કરી છે. જેમાં એકમાં લખ્યું છે કે, “અને આ તૈયાર છે.” આ તસ્વીરની અંદર તેને રેસ્ટોરન્ટની અંદરની સુંદરતાની એક ઝલક બતાવી છે. આ તસ્વીરની અંદર તે ખુબ જ સુંદર પોઝ આપતી અને રેસ્ટોરન્ટની સુંદરતા બતાવતી જોવા મળી રહી છે.

તો બીજી એક તસ્વીર પણ શિલ્પાએ શેર કરી છે જેમાં તેની સાથે તેનો પતિ રાજ કુન્દ્રા, અભિનેતા રિતેશ દેશમુખ અને તેની પત્ની જેનેલિયા ડિસુઝા જોવા મળી રહી છે. આ ઉપરાંત કોંગ્રેસ વિધાયક ધીરજ વિલાસરાવ દેશમુખ પણ હાજર છે. આ બધા જ શિલ્પાના પહેલા મહેમાન છે.

આ તસ્વીર શેર કરવાની સાથે જ શિલ્પાએ લખ્યું છે કે, “ગઈ રાત્રી, 9 મહિના બાદ મારી પહેલી નાઈટ આઉટ. મિત્રો સાથે બૉસ્ટિયન મુંબઈ વર્લીમાં એક સારા સ્વાદ અને સારા ખાવાની રાત”

 

View this post on Instagram

 

A post shared by Genelia Deshmukh (@geneliad)

જેનેલિયા ડિસુઝાએ પણ પોતાના વર્લી સ્થિત રેસ્ટોરન્ટની તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. જેમાં તમે રેસ્ટોરન્ટની અંદરની ઝલક જોઈ શકો છો. આ તસ્વીર શેર કરવાની સાથે તેને શિલ્પા અને રાજ કુન્દ્રાનો આભાર પણ વ્યક્ત કર્યો છે. તેને લખ્યું છે.