મનોરંજન

રાતોરાત માં બન્યાના એક મહિના પછી નાગિન ડાન્સ કરતી જોવા મળી શિલ્પા શેટ્ટી, 40 લાખથી વધારે મળી લાઇક્સ

બોલીવુડની યોગા કવિન અભિનેતી શિલ્પા શેટ્ટી અમુક દિવસો પહેલા જ બીજી વાર માં બની છે. રાજ-શિલ્પાએ પોતાની દીકરીનું નામ ‘સમીશા શેટ્ટી કુંદ્રા’ રાખ્યું છે. જણાવી દઈએ કે સેરોગેસી ટેક્નિક દ્વારા શિલ્પા-રાજ માતા-પિતા બન્યા છે. એવામાં તાજેતરમાં શિલ્પાની દીકરીની પહેલી તસ્વીર સામે આવી છે.

માં બન્યા પછી શિલ્પાને બૉલીવુડ અને તેના ચાહકો દ્વારા અઢળ શુભકામનાઓ મળી છે. શિલ્પા બીજી વાર માં બનવા પર ખુબ જ ખુશ છે. એવામાં શિલ્પાનો તાજેતરમાં જ એક વિડીયો સામે આવ્યો છે જેને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે.

Image Source

શિલ્પાએ એક ટીક-ટૉક વિડીયો બનાવ્યો છે જેમાં તે નાગિન ડાન્સ કરતી દેખાઈ રહી છે. સોશિયલ મીડિયા પર વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં શિલ્પાએ સાડી પહેરેલી છે જેમાં હંમેશાની જેમ તેનો અંદાજ લાજવાબ લાગી રહ્યો છે. આ વિડીયો પર અત્યાર સુધીમાં 40 લાખથી પણ વધારે લાઇક્સ આવી ચુકી છે.

Image Source

વીડિયોમાં બીજી કલીપ પણ છે જેમાં શિલ્પા ટીશર્ટ એના જીન્સ પહેરેલી દેખાઈ રહી છે. વીડિયોને પોસ્ટ કરતા શિલ્પાએ લખ્યું કે,”નાગિન ઠુમકા”. શિલ્પા ટીક-ટૉક પર ખુબ સક્રિય રહે છે અને અવનવા વીડિયો પોસ્ટ કરતી રહે છે.
જલ્દી જ શિલ્પા બૉલીવુડમાં કમબેક કરવા જઈ રહી છે.

Image Source

ફિલ્મ હંગામા-2 માં શિલ્પા પરેશ રાવલ અને મીજાન જાફરી સાથે જોવા મળશે જ્યારે ફિલ્મ નિકમ્મા માં તે અભિમન્યુ દાસાની અને શર્લી સેતિયા સાથે ખાસ ભૂમિકામાં જોવા મળશે.

બીજી વાર માં બનવા પર શિલ્પાએ કહ્યું હતું કે,”અમે બંને પાંચ વર્ષથી બીજા બાળક માટે કોશિશ કરી રહ્યા હતા. મેં નિકમ્મા ફિલ્મ સાઈન કરી લીધી હતી અને હંગામા-2 ની તારીખ પણ ફાઇનલ કરી નાખી હતી. મને ખબર મળી કે અમે બંને ફરીથી માતા-પિતા બનવા જઈ રહ્યા છીએ પછી મેં મારા કામના શેડ્યુલને જલ્દીથી પૂરું કરી લીધું.”

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.