બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી લગ્નની 10મી વર્ષગાંઠ મનાવી હતી. શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ 22 નવેમ્બર 2009 ના રોજ લગ્ન કર્યા હતા.

શિલ્પાએ તેના પતિ રાજ કુન્દ્રાને કિસ કરીનેમેરેજ એનિવર્સરીની શુભેચ્છા પાઠવી હતી. શિલ્પા શેટ્ટી રાજ કુન્દ્રાને કિસ કરતી હોય તેવી એક તસ્વીર પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

આજે અમે તમને જણાવીશું શિલ્પાશેટ્ટીના સી ફેસિંગ બંગલા વિષે.
શિલ્પા શેટ્ટી પાસે આમતો ઘણા બંગલા છે. પરંતુ શિલ્પા શેટ્ટી તેના પતિ અને પુત્ર સાથે મુંબઈમાં તેના સી ફેસિંગ બંગલો ‘કિનારા’માં રહે છે.

શિલ્પા શેટ્ટી એન રાજ કુંદ્રાનું ઘર કિનારા પણ લકઝરીયસ છે. કિનારા નામનો આ બંગલો જુહુ પાસે છે. શિલ્પાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, તે હંમેશાથી ઇચ્છતી હતી કે, તેની પાસે સી-ફેસિંગ ઘર હોય. તેણીએ કહ્યું હતું કે, હું અત્યારે જ્યાં રહી છું તે મારુ ડ્રિમ હાઉસ છે.

શિલ્પા શેટ્ટીના આ ‘કિનારા’ બંગલોની ઋતિક રોશનની એક્સ વાઈફ સુજૈન ખાને ઇન્ટરિયર ડિઝાઇન કરી છે. શિલ્પા શેટ્ટીના આ ઘરમાં ફેંગ શુઈ અને વાસ્તુનું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે.

શિલ્પાના ઘરના એન્ટ્રેન્સ પર એક ગોલ્ડન હાથ લગાડવામાં આવ્યો છે. સીલિંગની વાત કરવામાં આવે તો તે 14 ફૂટ ઊંચું છે.

થોડા વર્ષો પહેલા શિલ્પાના બર્થડે પર રાજે લંડનમાં એક લકઝરી બંગલો ગિફ્ટ કર્યો હતો. જેનું નામ રાજ-મહલ છે. રાજે આ બંગલો 32 કરોડમાં ખરીદ્યો હતો. પરંતુ આજે આ બંગલાની કિંમત 100 કરોડ રૂપિયાથી વધારે છે.

રાજે 2006માં રાજ-મહલ બંગલો તેની પહેલી પત્ની કવિતા માટે ખરીદ્યો હતો. પરંતુ કવિતા સાથે છૂટાછેડા થયા બાદ રાજે આ બંગલો વેચી દીધો હતો. ત્યારબાદ શિલ્પા શેટ્ટીની જીદ પર આ બંગલો ફરી રાજ કુંદ્રાએ ખરીદ્યો હતો.

શિલ્પાને તમામ ઘરોમાંથી રાજ મહેલ સૌથી પસંદ છે. શિલ્પાએ રાજ મહેલમાં ખુદસે ઇન્ટિરિયર કર્યું છે. રાજ મહેલમાં 2 મોટા હોલ, 2 રિસેપ્સન રૂમ, 7 લકઝરી રૂમ, સ્વિમિંગ પુલ, કાર ગેરેજ, ત્રણ બાલ્કની અને એક મોટું ગાર્ડન છે.



Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.