રાજ કુંદ્રાએ એક જ ઝાટકે શિલ્પા શેટ્ટી માટે લઇ લીધો હતો 100 કરોડનો આલીશાન બંગલો, જુઓ અંદરની ખૂબસુરત તસવીરો

પતિ હોય તો આવો…શિલ્પા શેટ્ટી પર ખૂબ પૈસા લૂંટાવે છે રાજ કુંદ્રા, સમુદ્ર કિનારે 100 કરોડનો બંગલો ખરીદી આપ્યો હતો- જુઓ તસવીરો

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા ગંદી ફિલ્મો બનાવવા મામલે અને તેને એપ પર પબ્લિશ કરવાના આરોપો હેઠળ ધરપકકડ કરવામાં આવી હતી. રાજ કુંદ્રાની ધરપકડ બાદ તેની બેશુમાર સંપત્તિ અને લૈવિશ લાઇફ સ્ટાઇલની પણ ચર્ચા જોરોશોરોથી થઇ હતી. રાજ કુંદ્રાએ તેમની પત્ની શિલ્પા શેટ્ટીને ઘણા મોંઘા અને આલીશાન ગિફ્ટ આપ્યા છે. ઘણીવાર તો એટલા મોંઘા ગિફ્ટ આપે છે કે તેની કિંમત જાણી હેરાન રહી જવાય.

આમ તો રાજ કુંદ્રાએ શિલ્પા શેટ્ટીને ડાયમંડ જ્વેલરીથી લઇને લક્ઝરી ગાડીઓ અને આલીશાન એપાર્ટમેન્ટ્સ ગિફ્ટ આપ્યા છે. જો કે, આ બધા ગિફ્ટમાં સૌથી શાનદાર અને આલીશાન છે શિલ્પા અને રાજનો 100 કરોડનો બંગલો ‘કિનારા’. શિલ્પા શેટ્ટીનો બંગલો કિનારા તેની વૈભવતા માટે જાણિતો છે.

પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે, શિલ્પા એક એવા ઘરમાં રહેવા માંગતી હતી જે સમુદ્ર કિનારે હોય અને તેમાં મોટો સ્વિમિંગ પુલ હોય તેમજ બગીચો અને મોટા મોટા રૂમ હોય. લગ્ન બાદ શિલ્પાના આ સપનાને પૂર્ણ કરવા માટે રાજ કુંદ્રાએ બંગલો કિનારા ગિફ્ટ કર્યો હતો. મીડિયા રીપોર્ટ્સ અનુસાર શિલ્પાના આ બંગલાની કિંમત 90 કરોડથી 100 કરોડની વચ્ચે છે. તેમનો આ આલીશાન બંગલો મુંબઇના સૌથી મોંઘા અને પોશ વિસ્તાર જૂહુમાં છે.

શિલ્પા શેટ્ટી પરિવાર સાથે જે બંગલામાં રહે છે, તે અંદરથી ઘણો જ ખૂબસુરત છે. આ બંગલામાં બધી જ સુખ સુવિધા છે. શિલ્પા શેટ્ટીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, તેમની હંમેશાથી સી-ફેસિંગ ઘરની ઇચ્છા હતી. જયાં તે હાલ રહી રહી છે. તે તેમનું ડ્રિમ હોમ હતુ. શિલ્પાએ પતિ સાથે મળી ઘરને શાનદાર રીતે સજાવ્યુ છે.

આ ઉપરાંત હ્રતિક રોશનની એક્સ વાઇફ સુઝૈન ખાને આ ઘરનું ઇન્ટીરિયર ડિઝાઇન કર્યુ છે. તમને જણાવી દઇએ કે, શિલ્પાના ઘરના એન્ટ્રેંસ પર એક ગોલ્ડન હાથ લગાવેલો છે. ત્યાં બંગલાની સિલિંગની વાત કરીએ તો, તે લગભગ 14 ફૂટ ઊંચી છે.

બંગલામાં એક શાનદાર ડાઇનિંગ રૂમ છે. અહીં મોટટુ સી ડાઇનિંગ ટેબલ છે. જયાં પૂરો પરિવાર એક સાથે બેસી જમી શકે છે. શિલ્પાના બંગલાની અંદર એક પ્રાઇવેટ જીમ છે, ગાર્ડન છે. જયાં તે કયારેક કયારેક દીકરા સાથે ક્રિકેટ રમતી જોવા મળે છે. શિલ્પા વધારે યોગા પોતાના ગાર્ડનમાં ખુલ્લી હવામાં કરે છે. ગાર્ડનને સજાવવા માટે મોટી-મોટી મૂર્તિઓ લગાવવામાં આવી છે. શિલ્પાને ઘોડાથી ઘણો પ્રેમ છે.

આ માટે તેણે ઘરમાં ઘોડાની એક પેઇન્ટિંગથી લઇને ઘોડાની વિશળકાય મૂર્તિ સજાવીને રાખી છે. અહીં કિંમતી પેઇન્ટિંગ્સ ઉપરાંત એન્ટીક મૂર્તિઓ પણ લાગેલી છે. શિલ્પાએ ખાસ રીતે મંદિર પણ બનાવડાવ્યુ છે. આ ઉપરાંત તે દર વર્ષે ગણપતિ ઉત્સવ દરમિયાન બાપ્પાનું સ્વાગત કરે છે. શિલ્પા પાસે એક મિનિમલિસ્ટિક કિચન છે. જેમાં વ્હાઇટ અને ગ્રે શેડ્સ છે. કિચનમાં મોડ્યુલર ફિનિશ સામેલ છે. જે પૂરા કિચનને એક વિશાળ રૂપ આપે છે.

Shah Jina