બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રીઓમાં એક નામ શિલ્પા શેટ્ટીનું પણ આવે, આજે એટલે કે 8 જૂનના રોજ તેનો જન્મ દિવસ છે, આજે શિલ્પા શેટ્ટી 45 વર્ષની થઇ ગઈ છે છતાં પણ તે ફિટનેસના મામલામાં આજની અભિનેત્રીઓ જેવી જ દેખાય છે. શિલ્પા કસરત અને યોગમાં ખુબ જ માને છે, ઘણા કાર્યક્રમમાં તે યોગ કરતી પણ જોવા મળે છે તેમજ સોશિયલ મીડિયા દ્વારા તે પોતાના ચાહકોને ટિપ્સ પણ આપતી રહે છે.

શિલ્પા શેટ્ટીનો જન્મ 8 જૂન 1975ના રોજ થયો હતો બોલીવુડમાં તેને ફિલ્મ બાજીગર દ્વારા એન્ટ્રી કરી અને એક પછી એક દમદાર ફિલ્મો આપતા તે એક સફળ અભિનેત્રી બનીને બહાર આવી. શિલ્પાએ 15 વર્ષના કાર્યકાળ પછી 22 નવેમ્બર 2009ના રોજ બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કરી લીધા હતા.

શિલ્પાના તો આ પહેલા લગ્ન હતા પરંતુ તેના પતિ રાજ કુન્દ્રા બીજીવાર લગ્ન કરી રહ્યો હતો.રાજ કુંદ્રાએ પહેલા લગ્ન 2003માં કવિતા સાથે કર્યા હતા. પરંતુ બંનેના ડિવોર્સ થઇ ગયા હતા.

શિલ્પા અને રાજની મુલાકાત લંડનમાં થઇ હતી જ્યાં શિલ્પા શેટ્ટી રિયાલિટી શો બિગ બ્રધર જીતીને પ્રખ્યાત બની ગઈ હતી ત્યાં રાજ કુન્દ્રા પણ બિઝનેસ જગતમાં મોટું નામ કમાઈ ચુક્યા હતા. આ બંને એક પરફ્યુમ બ્રાન્ડ s2 ના પ્રમોશન દરમિયાન મળ્યા હતા.

રાજ કુંદ્રાએ શિલ્પના પરફ્યુમ બ્રાન્ડને પ્રમોટ કરવામાં મદદ કરી અને ત્યારબાદ શિલ્પાને રાજનો મદદ કરવાનો સ્વભાવ પસંદ આવવા લાગ્યો અને મનમાં જ તને ચાહવા લાગે, ધીમે ધીમે બંને વચ્ચે ડેટિંગ પણ શરૂ થઇ ગઈ.

શિલ્પાની સગાઈમાં રાજ કુંદ્રાએ તેને 3 કરોડની વીંટી પહેરાવી હતી, આ વીટીની અંદર 20 કેરેટનું હાર્ટ શેપ દિલ લાગેલું હતું, વર્ષ 2018માં પણ રાજે શિલ્પને 2 કરોડની કિંમતની રેંજરોવર વોગ કાર ગિફ્ટ પણ આપી હતી.

રાજ કુન્દ્રા લંડનનો એક ખુબ જ મોટો બિઝનેસમન છે. રાજ કુન્દરાની પહેલી પત્ની કવિતાએ શિલ્પા ઉપર એવો પણ આરોપ લગાવ્યો હતો કે શિલ્પાએ પૈસા માટે રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા છે. પરંતુ હાલમાં શિલ્પા અને રાજ ખુબ જ સુખી જીવન જીવી રહ્યા છે.

લગ્નની પહેલી વર્ષ ગાંઠ નમિતતે રાજ કુંદ્રાએ શિલ્પને દુબઈના બુરઝ ખલીફાના 19માં માળ ઉપર એક એપાર્ટમેન્ટ પણ ગિફ્ટ આપ્યું હતું જેની કિંમત 50 કરોડની આસપાસનું હોવાનું મનાય છે, આ ઉપરાંત ઇંગ્લેંડમાં પણ શિલ્પાને એક બંગલો ગિફ્ટ કરવામાં આવ્યો છે જેની કિંમત પણ 51.5 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે.

રાજ કુન્દ્રા સાથે શિલ્પાએ લગ્ન કર્યા એ પહેલા તેનું અફેર અભિનેતા અક્ષય કુમાર સાથે ચાલતું હોવાની ચર્ચાઓ પણ આવી હતી, પરંતુ તેને લાગ્યું કે અક્ષય કુમાર તેને છત્રી રહ્યો છે, આયનું અફેર રવીના ટંડન સાથે પણ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું હતું.

અક્ષય સાથે બ્રેકઅપ બાદ શિલ્પાએ જ આ વાતનો ખુલાસો કર્યો હતો કે અક્ષય તેનો ફાયદો ઉઠાવ્યો છે. પરંતુ હાલમાં બંને વચ્ચે સંબંધો સામાન્ય બની ગયા છે. અક્ષય અને શિલ્પાએ ઘણી ફિલ્મોમાં સાથે કામ પણ કર્યું છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.