મનોરંજન

શિલ્પા શેટ્ટી પણ ધર્મેન્દ્રની જેમ જ કરે છે Organic ખેતી, ઘરની પાછળ નાની જગ્યામાં તૈયાર કર્યું છે કિચન ગાર્ડન

બોલીવૂડના અભિનેતા 83 વર્ષીય ધર્મેન્દ્ર હાલ પોતાના ફાર્મ હાઉસમાં સમય વિતાવી રહયા છે અને ખેતી કરી રહયા છે. ત્યારે હવે એના જ રસ્તે ચાલી રહી છે અભિનેત્રી શિલ્પાએ શેટ્ટી. પોતાની ફિટનેસ માટે જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી હવે ઓર્ગેનિક શાકભાજી ઉગાડી રહી છે. જો કે શિલ્પા શેટ્ટી ખેતી કરવા ફાર્મહાઉસ તો નથી ગઈ પરંતુ તે પોતાના જ ઘરમાં પાછળની ભાગે કૂંડાઓમાં શાકભાજીઓ ઉગાવી રહી છે. સંપૂર્ણપણે ઓર્ગેનિક રીતે ઉગાવેલા શાકભાજીનો સ્વાદ તે પોતાના ભોજનમાં માણી રહી છે. શિલ્પા શેટ્ટીએ પોતાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં શિલ્પા શાકભાજી તોડતી જોવા મળે છે.

Image Source

શિલ્પા શેટ્ટી આ વીડિયોમાં કુંડામાં ઉગાવેલા છોડવામાંથી રીંગણ અને મરચા કાપતી જોવા મળે છે. તે આ વીડિયોમાં કહી રહી છે કે આજે રાતે રીંગણનું ભડથું બનશે અને એમાં મરચા પણ નાખવામાં આવશે. આટલા જ નહિ, તે મેથી પણ કાપતા જોવા મળ્યા હતા. આ વિડીયો ખૂબ જ વાયરલ થઇ ગયો છે, અને આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે.

શિલ્પા શેટ્ટીએ આ વિડીયો સાથે લખ્યું છે – ‘જ્યાં ચાહ ત્યાં રાહ… અત્યારે ફાર્મ તો નહિ પણ કૂંડાઓમાં શાકભાજીઓ ઉગાડી રહી છું. મહેનતનું ફળ મળે છે અને અહીં મને શાકભાજીઓ મળી રહી છે. રીંગણ, મરચા, મેથી તોડવાનું ઘણો કમાલનો અનુભવ છે. આમ ખૂબ જ મજા આવી રહી છે. કુંડાથી ખાવાના ટેબલ સુધી, વાહ શું કહેવું.’ દેખીતું છે કે શિલ્પા ઘરમાં શાકભાજી ઉગાવવાનો ભરપૂર આનંદ માણી રહી છે.

જો કે શાકભાજી તોડતી વખતે એને એક ભૂલ કરી કે શાકભાજી હાથેથી તોડવા જોઈ, આના પર સોશિયલ મીડિયા યુઝર્સ તેને સલાહ આપી રહયા છે કે ‘શાકભાજીઓ કાતરથી નહિ હાથથી કાપવાની હોય’, ‘રીંગણ હાથથી તોડો, કાતરથી નહિ’. તો એક યુઝરે લખ્યું છે કે ‘આ સેલિબ્રિટી લોકો કાતરથી શાકભાજી તોડશે અને એવી રીતે દેખાડશે કે જાણે હીરો મળી ગયો હોય.’

આ સિવાય એક બીજો પણ વિડીયો છે જેમાં જોઈ શકાય છે કે તેને શાકભાજીની સાથે કેટલાક ફળો પણ ઉગાવીને રાખ્યા છે. પાલક, મરચા, રીંગણ, મેથી, ટામેટા જેવા શાકભાજીઓ પણ છે. બીજા વિડીયો પર શિલ્પાએ લખ્યું છે કે ‘ફિલોસોફર સિસેરોનું કહેવું હતું કે જો તમારી પાસે ગાર્ડન અને લાયબ્રેરી છે, તો માનો તમારી પાસે બધું જ છે. એટલે મેં ઘરની પાછળ નાનો બગીચો બનાવીને રાખ્યો છે, જેમાં ફળો અને શાકભાજીની ખેતી કરું છું.’

ઘરની પાછળની નાની જગ્યામાં તૈયાર કરેલા આ ગાર્ડનમાં શિલ્પાએ મોટાભાગના શાકભાજી કુંડામાં ઉગાવીને રાખ્યા છે. અને કમળકનું ઝાડ પણ વીડિયોમાં તેના ગાર્ડનમાં જોઈ શકાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks