મિસિસ કુંદ્રાના આ હોટ ગાઉન જોઈને આંખો પટપટાવી નહિ શકો…ફેન્સ બોલ્યા ખુબ જ બોલ્ડ

રાજ કુન્દ્રાની પત્નીએ એવું ગાઉન પહેર્યું કે લટ્ટુ થયા ચાહકો, તસવીરો જોઇ કહેશો- બિલકુલ જલપરી લાગે છે

મુંબઈ સપનાનું શહેર છે અને બોલિવૂડ સેલેબ્સ માટે હોટ હબ છે. સ્ટાર્સ ક્યારેક એરપોર્ટ, રેસ્ટોરન્ટની બહાર અને કયારેક મુંબઇના રસ્તા પર અવાર નવાર જોવા મળે છે. મુંબઈમાં, સેલેબ્સ ઇવેન્ટ્સ, પાર્ટીઓ અને એવોર્ડ શોમાં આવતા-જતા રહે છે. ફરી એકવાર, બોલિવૂડ સેલિબ્રિટીઝ સાથે ઘણા બોલિવૂડ સ્ટાર્સ એક એવોર્ડ શોમાં પહોંચ્યા, જ્યાં તેઓએ પેપરાજીઓને જબરદસ્ત પોઝ આપ્યા. આ દરમિયાન શિલ્પા શેટ્ટીની ઘણી બોલબાલા રહી હતી.

શિલ્પાએ સિકવન્સ બોડી-હગિંગ ગાઉન પહેર્યું હતું.આ ગાઉન કેરી કરીને તે કોઈ જલપરીથી ઓછી દેખાતી ન હતી. તેણે તેના લુકને કંપલીટ કરવા માટે મિનિમલ મેકઅપ કર્યો હતો અને વાળ ખુલ્લા રાખ્યા હતા. તેના મોઢા પર રેડ લિપસ્ટિક અભિનેત્રીના લુકમાં વધારો કરી રહી હતી. ફેન્સને શિલ્પાની આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, શિલ્પા શેટ્ટી છેલ્લા ઘણા મહિનાઓથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી હતી.

ફિલ્મ રેકેટ કેસમાં શિલ્પાના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ બાદ અભિનેત્રી ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. હવે રાજ બે મહીના જેલમાં રહી અને બહાર આવી ગયો છે. પતિના જેલમાંથી છૂટા થયા બાદ શિલ્પાએ રાહતનો શ્વાસ લીધો અને હવે તે કોઈપણ પ્રકારના ટેન્શન વગર પબ્લિક પ્લેસ પર જોવા મળી રહી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, શિલ્પા છેલ્લે ફિલ્મ ‘હંગામા 2’માં જોવા મળી હતી. હવે શિલ્પા શેટ્ટી તેની આગામી ફિલ્મ ‘નિકમ્મા’માં જોવા મળશે.

શિલ્પા શેટ્ટી સિવાય પણ આ એવોર્ડ શોમાં ઘણી અભિનેત્રીઓ પહોંચી હતી. આ દરમિયાન, હિના ખાન, સોફી ચૌધરી, તમન્ના ભાટિયા, અમાયરા દસ્તુર સહિત ઘણી હસીનાઓએ તેમની બોલ્ડનેસ ફ્લોન્ટ કરી હતી. શિલ્પા શેટ્ટી, રવિના ટંડનથી લઈને મૌની રોય સુધી ઘણા બોલિવૂડ સેલેબ્સ જોવા મળ્યા હતા.

શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તે તેની તસવીરો અને મસ્તી ભરેલા વીડિયો તેમજ યોગ વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે. શિલ્પાની તસવીરો હોય કે તેના કોઇ પણ વીડિયો જોતજોતામાં વાયરલ પણ થઇ જતા હોય છે. શિલ્પા શેટ્ટીએ ઘણા વર્ષો પછી મોટા પડદા પર વાપસી કરી છે. શિલ્પા શેટ્ટી ટૂંક સમયમાં ફિલ્મ ‘નિકમ્મા’માં જોવા મળશે. આ ફિલ્મમાં તે ભાગ્યશ્રીના પુત્ર અભિમન્યુ દાસાની અને શર્લી સેટિયા સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મોની સાથે સાથે અભિનેત્રીઓ ડાન્સ શો દ્વારા પણ ઘણી ચર્ચામાં રહે છે.

Shah Jina