ગંદી ફિલ્મો બનાવવાના આરોપમાં જેલની હવા ખાનાર શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ ઉઠાવ્યું મોટું પગલું, આ વસ્તુથી હવે થઇ ગયો દૂર

બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુન્દ્રા છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યો છે, તેને ગંદી ફિલ્મો બનાવવા અને તેને એપ ઉપર પ્રસારિત કરવાના આરોપમાં જેલમાં પણ જવું પડ્યું હતું. ત્યારે હાલ રાજ કુન્દ્રા લગભગ બે મહિનાના જેલવાસ બાદ જામીન ઉપર છૂટીને ઘરે આવ્યો છે, ત્યારે આ દરમિયાન તેને એક મોટું પગલું ઉઠાવ્યું છે.

રાજ કુન્દ્રાએ સોશિયલ મીડિયાને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. રાજ કુન્દ્રાએ તેના ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર એકાઉન્ટને ડીલીટ કરી નાખ્યા છે. ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ ઉપર હવે તેનું એકાઉન્ટ નથી દેખાઈ રહ્યું. કદાચ તેમને લોકોથી દુરી બનાવવા માટે આ પગલું ભર્યું હોઈ શકે છે. ત્યારે રાજ કુન્દ્રા ફરીવાર આ નિર્ણયના કારણે ચર્ચાનો વિષય બન્યો છે.

રાજ કુન્દ્રા સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહેતો હતો. રાજ તેની પત્ની શિલ્પા સાથે રોમેન્ટિક તસવીરો અને વીડિયો પણ શેર કરતો હતો. ચાહકો પણ તેમની પોસ્ટને ખુબ જ પસંદ કરતા હતા. પરંતુ હવે તેને પોતાનું આ એકાઉન્ટ પણ ડીલીટ કરી નાખ્યું છે. જેના કારણે તેમના વીડિયો અને તસવીરો ચાહકો નહિ જોઈ શકે.

જેલમાં 2 મહિના રહ્યા બાદ રાજ કુન્દ્રા ઘરે આવી અને ધીમે ધીમે નોર્મલ લાઈફ તરફ પાછા ફરી રહ્યા છે. હાલમાં તે કોઈપણ પ્રકારની ઇવેન્ટ અને મિટિંગમાં જવાથી પણ બચી રહ્યા છે. રાજ કુન્દ્રા હાલમાં તેમના પરિવાર સાથે પણ નથી દેખાઈ રહ્યા. હાલમાં જ શિલ્પા તેના બાળકો વિયાણ અને શમિષા સાથે અલીબાગમાં સ્પોટ થઇ હતી પરંતુ આ દરમિયાન પણ રાજ કુન્દ્રા દેખાયા નહોતા.

ગત 19 જુલાઈના રોજ રાજ કુન્દ્રા ઉપર ગંદી ફિલ્મો બનાવવાનો અને તેને એપ ઉપર પ્રસારિત કરવાનો આરોપ લાગતા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને 2 મહિના જેલમાં રહ્યા બાદ 50 હજાર રૂપિયા ઉપર તેને જામીન મળ્યા હતા.  તેના વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને સૂચના પ્રૌધોગિક અધિનિયમની વિવિધ કલમો અંતર્ગત મામલો દાખલ કરવામાં આવ્યો હતો.

Niraj Patel