મનોરંજન

પહેલીવાર 10 મહિનાના દીકરી સાથે વેકેશન માટે ગોવા પહોંચી શિલ્પા શેટ્ટી, રાજ કુંદ્રાએ શેર કરી સમીશા સાથની ક્યૂટ તસ્વીરો

શિલ્પા શેટ્ટી પ્રાઇવેટ જેટમાં પરિવાર સાથે રજાઓ મનાવવા પહોચી ગોવા, વાહ પૈસા હોય તો શું ન થાય…!!! જુઓ તસ્વીરો

બોલિવૂડની અભિનેત્રી શિલ્પા શેટ્ટી હાલમાં ચર્ચામાં છવાયેલી રહે છે. એક બાજુ જ્યાં શિલ્પા હોટલ ચૈનમાં ઇવેન્ટ કરી રહી છે તો બીજી તરફ તે પોતાના પરિવાર સાથે ક્રીશમસ અને ન્યુયર મનાવવા નીકળી પડી છે. હાલમાં આવેલી તસ્વીરો અને વીડિયોમાં શિલ્પા અને તેનો પરિવાર રજાઓ મનાવવા ગોઆ જવા નીકળ્યા છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છે કે શિલ્પા, તેનો પતિ રાજ કુંદ્રા, તેની બહેન શમિતા અને શિલ્પાના બંને બાળક વિયાન અને શમીશા તેમના માતા-પિતા અને આ ઉપરાંત શિલ્પાની માતા પણ જોવા મળી રહ્યા છે. શિલ્પાના વેકેશન માટે તેમને ચાહકો કોમેન્ટમાં હેપી જર્ની કહી રહ્યા છે.

View this post on Instagram

 

A post shared by Raj Kundra (@rajkundra9)

રાજ કુંદ્રા એ એક તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે તેમાં શિલ્પાની દીકરી બેઠીલી જોવા મળે છે અને તે પાછળ પોતાના પાપને જોઈ રહી છે. આ તસ્વીરમાં તે ખુબ જ ક્યૂટ લાગી રહી છે. આ તસ્વીર શેર કરતા રાજે લખ્યું હતું કે, ‘જયારે દીકરી પિતા તરફ જુએ છે, જે તેને દુનિયાથી બહારના દેખાય છે. વર્ષ  2020નું પહેલું વેકેશન’. જણાવી દઈએ કે જન્મ દિવસ પછી શમીશાનું આ પહેલું વેકેશન છે. તેના જન્મ આ વર્ષે 15 ફેબ્રુઆરીના સરોગેસીની મદદથી થયો હતો.

આ તસ્વીરો જોઈને તો એવું જ લાગે છે કે બધા આ ટ્રિપને લઈને ખુબ જ ઉત્સુક છે. શિલ્પાએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે અને શમિતા જેટની બહાર ડાંસ કરતા જોવા મળ્યા  હતા. આ વિડીયો શેર કરતા લખ્યું હતું કે, ‘ટાઈમ ટું શટ અપ એન્ડ બાઉંસ’

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

કામની વાત કરીએ તો શિલ્પા બોલિવૂડમાં ફરીથી કમબેક કરવાની તૈયારી કરી રહી છે. શિલ્પા જલ્દી ‘હંગામા 2’ અને ‘નિકમ્મા’ માં જોવા મળશે. એક તરફ શિલ્પા હંગામા 2 માં પરેશ રાવલ અને મિજાન જાફરી સાથે જોવા મળશે તો બીજી તરફ નિકમ્મામાં શિલ્પા અભિમન્યુ દસાની અને શાર્લી સેતિયા સાથે જોવા મળશે. તેમને ચાહકો આ ફિલ્મોમાં ફરી શિલ્પાને જોવા માટે ખુબ જ ઉત્સુક છે.