શિલ્પા શેટ્ટી એક એવી અભિનેત્રી છે જે ફિલ્મોથી દૂર હોવા છતાં પણ પોતાના ફૈન્સની વચ્ચે લગાતાર એક્ટિવ રહે છે.રિયાલિટી શો માં જજના સ્વરૂપથી લઈને સોશિલય મીડિયા પર એક્ટિવ રહેનારી, શિલ્પા શેટ્ટીની ફૈન ફોલોઇંગ પણ ખુબ વધારે છે.44 વર્ષની હોવા છતાં પણ શિલ્પા શેટ્ટી પોતાને એકદમ ફિટ,તંદુરસ્ત અને સુંદર રાખે છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના નિમિતે આજે અમે તમને જણાવીશું કે આખરે શિલ્પા શેટ્ટી એક દીકરા ની માં હોવા છતાં પણ પોતાને એકદમ ફિટ અને તંદુરસ્ત કેવી રીતે રાખે છે.શિલ્પા શેટ્ટી જિમ કરતા વધારે યોગાસનને વધારે મહત્વ આપે છે. શિલ્પા તેના માટે ‘યોગા સે હી હોગા’ સ્લોગન ના આધારે ચાલે છે. તેમણે કહ્યું કે મેં મારા દીકરાને જન્મ આપ્યા પછી યોગના માધ્યમથી જ ચાર મહિનામાં 32 કિલોથી વધારે વજન ઓછું કર્યુ હતું.
વર્ષ 1993 માં આવેલી શાહરુખ ખાનની ફિલ્મ ‘બાઝીગર’થી પોતાના અભિનયની શરૂઆત કરનારી શિલ્પા શેટ્ટી આજે પણ એટલી જ સુંદર અને ગ્રેસફુલ છે, જેટલી 24 વર્ષ પહેલા હતી.અને તેના માટે શિલ્પા યોગા ને જ જવાબદાર માને છે.44 ની ઉંમરમાં પણ શિલ્પા પોતાની સુંદરતાથી આજની અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.
શિલ્પાનું કહેવું છે કે યોગની સાથે તમારા ખાવા-પીવામાં પણ ધ્યાન રાખો, કેમ કે શરીરને ફિટ રાખવા માટે 30 ટકા યોગ અને 70 ટકા ભોજનનું યોગદાન રહે છે. તમે યોગ કરવાના સમયે શું ખાઈ રહ્યા છો તે પણ મહત્વપૂર્ણ છે.શિલ્પા શેટ્ટીએ પ્રાણાયામ, મૌનનો અભ્યાસ, શ્વસન યોગનો મંત્ર આપ્યો અને કહ્યું કે યોગ જીવનશૈલીનો જ એક હિસ્સો છે.
શિલ્પાએ કહ્યું કે તેમણે યોગાની સાથે સાથે પૌષ્ટિક ભોજન લઈને પણ પોતાનું વજન ઓછું કર્યુ હતું.શિલ્પા શેટ્ટીએ પોતાનું પુસ્તક દ ગ્રેટ ઇન્ડિયા ડાઈટ માં પોતાના વજન ઓછું કરવા વિશે જણાવ્યું છે.આજે અમે તમને શિલ્પા શેટ્ટીના રોજના ભોજન વિશે જણાવીશું જેના દ્વારા તે પોતાને ફિટ,તંદુરસ્ત અને સુંદર રાખે છે.
શિલ્પા પોતાના દિવસની શરૂઆત એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવે છે અને એક પ્લેટ પપૈયું ખાલી પેટ ખાય છે.જેના પછી તે કોઈ ફ્રૂટ જ્યુસ લે છે જેમ કે દાડમ,સફરજન,ગાજર,ટમેટા,વગેરેનું જ્યુસ પીવે છે. જેના પછી એક કપ દૂધની ચા અને ઑમલૅટ,કે બે બાફેલા ઈંડા ખાય છે.
શિલ્પા શેટ્ટી બપોરના ભોજનમાં થોડો હેવી ખોરાક લે છે. જેમાં ભાત, બે રોટલી જે અલગ અલગ પ્રકારના 5 અનાજ માંથી બનેલી હોય છે. બે ચમચી ઘી, શાક,દાળ,ફિશ કે પછી એગ ભુર્જી,અને લંચ પૂર્ણ કર્યા પછી તે થોડો ગોળ પણ ખાય છે. શિલ્પા રાતનું બોજન 8 વાગે જ લઇ લે છે. જેમાં પ્રોટીનથી ભરેલા સૂપ,વેજીટેબલ વગેરે હોય છે.શિલ્પાએ યોગાની સાથે સાથે હેલ્દી ભોજનને પણ એટલું જ મહત્વ આપે છે.
શિલ્પાના અનુસાર જો તમે યોગ કરવાનું શરૂ કરશો તો તમને જ અનુભવ થાશે કે જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું છે.તેણે એ પણ કહ્યું કે તેનાથી માત્ર શારીરિક જ ફાયદો નથી મળતો પણ માનસિક શાંતિ પણ મળે છે. યોગથી વિચારો માં ફરક અનુભવ કરી શકાય છે. શિલ્પા શેટ્ટી એ કહ્યું કે દરેક લોકોએ યોગને પોતાના જીવનનો ખાસ હિસ્સો બનાવવો જોઈએ.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks