46ની ઉંમરમાં પણ 25નીઅભિનેત્રીઓને પાછળ છોડી દે છે શિલ્પા શેટ્ટી, જાણો ફિટનેસનું રહસ્ય
ગયા મહિને જ શિલ્પા શેટ્ટીએ લોકડાઉનમાં પોતાનો 46મોં જન્મ દિવસ ઉજવ્યો, પરંતુ શિલ્પાને જોઈને કોઈ એમ ના કહી શકે કે તેની ઉંમર 46ની છે, તે આ ઉત્મ્મરે પણ બોલીવુડની ઘણી અભિનેત્રીઓને પાછળ રાખી દે તેવી છે. શિલ્પાના ફિટ અને સ્ટ્રોંગ હોવાનું રહસ્ય તેનું દૈનિક કાર્ય છે. તે રોજ વ્યાયામ દ્વારા પોતાને ફિટ રાખે છે. આજે જાણીએ શિલ્પા કેવી રીતે પોતાને સવારથી રાત સુધી ફિટ રાખે છે.

શિલ્પા પોતાની જાતને ફિટ રાખવા માટે તમામ પ્રકારની એક્સરસાઇઝ કરે છે. આમાં કાર્ડિયો વર્કઆઉટ્સથી લઈને સ્ટ્રેંથ ટ્રેઇનિંગ અને યોગ સુધીની દરેક બાબતો શામેલ છે. તે અઠવાડિયામાં ફક્ત પાંચ દિવસ જ કામ કરે છે. તેમાંથી બે દિવસ યોગ માટે, બે દિવસ સ્ટરથ ટ્રેઇનિંગ માટે અને એક દિવસ કાર્ડિયો માટે રાખ્યા છે.

સ્ટ્રેંથ ટ્રેઇનિંગને શિલ્પાએ બે ભાગમાં વહેંચી દીધી છે. એક અપર બોડી વર્કઆઉટ અને બીજો લોઅર બોડી વર્કઆઉટ. સ્ટ્રેંથ ટ્રેઇનિંગ દરમિયાન, તે સ્નાયુઓને મજબૂત કરવા અને ટોન આપવા માટે હળવા વજન કરતાં ભારે વજન વધારે પસંદ કરે છે. આટલું જ નહીં, તણાવ ઓછો કરવા માટે, તે યોગ પછી 10 મિનિટનું ધ્યાન પણ કરે છે.

શિલ્પા શેટ્ટી રોજ 1800 કેલરી લે છે. તેનો દિવસ આમળા અને કુંવારપાઠાના રસથી શરૂ થાય છે. સાથે, તે ઓછી ગ્લાયકેમિક ઇન્ડેક્સ વાળો કાર્બોહાઇડ્રેટ લેવાનું નથી ભૂલતી. તે રસોઈમાં ઓલિવ ઓઇલનો ઉપયોગ કરે છે.

યોગ અને કસરત પછી શિલ્પાને પ્રોટીન શેક લેવાનું પસંદ છે. તે અઠવાડિયાના છ દિવસ ખાવામાં નિયંત્રણ કરે છે અને એક દિવસ (ચીટ ડે) રેસ્ટોરન્ટ ફૂડ ખાવા માટે જાય છે. તે જમતી વખતે તે સ્નેક્સ નથી લેતી, કારણ કે તે માને છે કે આનાથી કેલરીનું સેવન વધારે થાય છે.

શિલ્પા શેટ્ટી નાસ્તામાં 1 વાટકી દલિયા અને એક કપ ચા લે છે. ત્યારબાદ વર્કઆઉટ્સ અને પછી પ્રોટીન શેક, 2 ખજૂર અને 8 કિસમિસ લે છે.બપોરના સમયે જમવામાં શિલ્પા ઘીથી બનાવેલ રોટલી (પાંચ અલગ અલગ પ્રકારના અનાજના લોટમાંથી બનાવેલ), ચિકન, દાળ, શુદ્ધ તેલના શાકભાજી ખાય છે.

બપોર પછી શિલ્પા એક કપ ગ્રીન ટી, સાંજે સોયા દૂધ અને રાત્રે સફરજન અને માત્ર સલાડ પોતાને ફિટ રાખવા માટે ખાય છે.

શિલ્પાનો આ ડાયેટ પ્લાન 6 દિવસનો છે જેને શિલ્પાએ જ એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યો હતો.