પતિ રાજ કુન્દ્રાની ધરપકડ બાદ પહેલીવાર કોઈ ઇવેન્ટમાં જોવા મળી શિલ્પા શેટ્ટી, હવે બધાને જ્ઞાન આપ્યું

ગંદી ફિલ્મો બનાવવાના આરોપમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુન્દ્રા જેલમાં છે. ત્યારથી જ શિલ્પાની મુસીબતોમાં પણ વધારો થઇ ગયો છે. તેને એક તરફ પોલીસ પુછપરછનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ સોશિયલ મીડિયા ઉપર તેને ટ્રોલિંગ કરવામાં આવી રહી છે. જેના તણાવ ભરેલા વાતાવરણ છતાં શિલ્પા પોતાની હિંમત નથી હારી.

શિલ્પા પતિની ધરપકડ બાદ હવે સોશિયલ મીડિયામાં એટલી એક્ટિવ નથી રહી છતાં પણ તેને 75માં સ્વતંત્રતા દિવસ ઉપર સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી અને દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પણ આપી હતી સાથે સાથે વર્ચ્યુઅલ ઇવેન્ટમાં પણ તેને ભાગ લીધો હતો.

રવિવારના રોજ કોરોના વાયરસ માટે ફંડ ભેગું કરનાર વી ફોર ઇન્ડિયાની એક ઇવેન્ટમાં શિલ્પા શેટ્ટી જોડાઈ હતી, આ ઇવેન્ટમાં શિલ્પાએ મેન્ટલ હેલ્થ અને આસપાસ ફેલાયેલી નકારાત્મકતા વિશે વાત કરી હતી. આ ઇવેન્ટમાં મલાઈકા અરોરા, અર્જુન કપૂર, વિદ્યા બાલન, દિયા મિર્ઝા પણ સામેલ થયા હતા.

શિલ્પાએ આ દરમિયાન બ્રીદિંગ કસરતનું પ્રદર્શન કર્યું અને બ્રેન સેલ્સ સુધી ઓક્સિજનને ઠીક રીતે પહોંચવાના મહત્વ વિશે પણ વાત કરી. તેને કહ્યું કે, “આપણે એવા સમયમાં જીવી રહ્યા છે જ્યાં બધું જ શ્વાસ લેવા ઉપર નિર્ભર છે. શ્વાસ લેવાથી જ આપણે આખી સિસ્ટમની રક્ષા કરી શકીએ છીએ. જો તમારા નાકનો રસ્તો સાફ છે તો ઓક્સિજન બ્રેઈન સેલ્સ સુધી સરળતાથી પહોંચી શકશે. જેનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધુ સારી બનશે.”

આસપાસ ફેલાયેલી નેગેટીવી વિશે વાત કરતા શિલ્પાએ જણાવ્યું કે, “કઠિન સમય દરમિયાન નકારાત્મક વિચાર આવવા સ્વાભાવિક છે. પરંતુ તેને કંટ્રોલ કરવા માટે શ્વાસ ઉપર કંટ્રોલ હોવો જરૂરી છે. એટલા માટે હકારાત્મક બન્યા રહો અને પોતાના શ્વાસને યોગ્ય રાખવા માટે પ્રાણાયામ જરૂરી વસ્તુ છે.”

તેને આ દરમિયાન બધાને કોરોનાથી બચવા માટે સાવધાની રાખવા માટે પણ જણાવ્યું અને વેક્સીન લગાવવા માટે પણ અપીલ કરી. તેને કહ્યું કે, “કોરોના વાયરસથી બચવા માટે માસ્ક પહેરો, સૅનેટાઇઝર વાપરો અને સોશિયલ ડિસ્ટન્સ બનાવી રાખો.”


તમને જણાવી દઈએ કે શિલ્પાના પતિ રાજ કુન્દ્રાને 19 જુલાઈના રોજ મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. તેના ઉપર ગંદી ફિલ્મો બનાવવાનો આરોપ છે. કુન્દ્રાના જામીન ઉપર સેશન કોર્ટમાં સુનાવણી ટાળતા 20 ઓગસ્ટ સુધી ન્યાયિક હિરાસતમાં મોકલી દીધો છે.

Niraj Patel