મનોરંજન

પહેલા સંતાન પછી જ્યારે પણ ગર્ભવતી થઇ દરેક વાર થયો ગર્ભપાત, પુરી રીતે તૂટી ગઈ હતી શિલ્પા શેટ્ટી

પ્રથમ બાળક પછી જ્યારે પણ ગર્ભવતી થઇ દરેક વાર થયો ગર્ભપાત- જાણો પુરી સ્ટોરી

શિલ્પા શેટ્ટીનું નામ બોલીવુડની સૌથી હૉટ અને ફેમસ અભિનેત્રીઓમાં લેવામાં આવે છે. 1975 માં જન્મેલી શિલ્પા હાલ 45 વર્ષની થઇ ચુકી છે. જો કે તેની ફિટનેસને જોતા તેની ઉંમરનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે.

Image Source

શિલ્પાએ બિઝેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતા જેના પછી દીકરા વિયાનનો જન્મ થયો હતો. એવામાં એક ઇન્ટરવ્યૂમાં શિલ્પાએ જણાવ્યું હતું કે આખરે તેણે બીજીવાર સેરોગેસી તકનીક દ્વારા માતા બનવાનું શા માટે વિચાર્યું!

Image Source

શિલ્પાએ જણાવ્યું કે વર્ષ 2013 થી 2019ની વચ્ચે તે ઘણી વાર ગર્ભવતી થઇ હતી પણ તેનો ગર્ભપાત થઈ જતો હતો અને તેની પ્રેગ્નેન્સીમાં ખુબ જ સમસ્યાઓ આવી રહી હતી. દીકરા વિયાન પછી શિલ્પા ઇચ્છતી હતી કે તેની એક દીકરી પણ હોય. વારંવાર ગર્ભપાત થઇ જવાને લીધે શિલ્પા એકદમ તૂટી ગઈ હતી અને ઘણીવાર તે પોતાનું આ દર્દ લોકોને પણ જણાવી ચુકી છે.

Image Source

શિલ્પાને હતી આ બીમારી: શિલ્પાને એન્ટીફોસ્ફોલિપિડ એન્ટિબોડી સિન્ડ્રોમ (APLA) નામની ઓટૉઇમ્યુન ડિસઓર્ડર બીમારી હતી જેને લીધે તેનો વારંવાર ગર્ભપાત થઇ જતો હતો. આ બીમારીમાં પોતાની જ ઇમ્યુન સિસ્ટમ શરીરના નોર્મલ પ્રોટીન પર અટેક કરવા લાગે છે જેને લીધે ધમનીઓ, નસો, અને અંગોમાં લોહીની ગાંઠો બની શકે છે. જેને લીધે મહિલાઓને ગર્ભપાત થઇ શકે છે કે પછી મૃત બાળક જન્મી શકે છે.

Image Source

વારંવાર ગર્ભપાતને લીધે શિલ્પાએ પહેલા બાળક એડોપ્ટ કરવાનું પણ વિચાર્યું હતું. જો કે અંતે શિલ્પાએ સેરોગેસી તકનીકનો સહારો લીધો અને 15 ફેબ્રુઆરી 2020ના રોજ શિલ્પાની ક્યૂટ દીકરીનો જન્મ થયો હતો, જેનું નામ સમીશા કુન્દ્રા છે.