ભૂત અને ચુડેલનું નામ સાંભળતાની સાથે જ ભલભલાંનો પરસેવો છૂટી જાય, તમારી સામે જ જો કોઈ ભૂત આવી જાય તો તમને કેવો અનુભવ થાય ? કલ્પના કરવા માત્રથી જ આપણે તો હચમચી જઈએ. આવું જ કંઈક હાલમાં બનેલું જોવા મળ્યું છે, જેમાં સુપર ડાન્સ સેટ ઉપર જ અચાનક ચુડેલ આવી જતા લોકોના પરસેવા છૂટી ગયા હતા.
ડાન્સિંગ રિયાલિટી શો “સુપર ડાન્સર ચેપટર 4″ના સેટ ઉપર અચાનક એક ભૂત સામે આવી ગયું, જેને જોઈને સેટ ઉપર હાજર બધા જ લોકો ડરી ગયા. આ ડરામણા ભૂતની તસવીરો હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. આ તસવીરો જોઈને સૌ કોઈ ચુકી ઉઠશે. આ ભૂતના હાથ ઘૂંટણથી નીચે નજર આવી રહ્યા છે.
આ તસ્વીરને જોઈએ તમે એકવાર પણ અંદાજો નહિ લગાવી શકો કે આની પાછળ કઈ સેલેબ્સનો ચેહરો છે. તમે પણ આ તસ્વીર જોઈને ચોક્કસ વિચારમાં પડી જશો કે આ ડરામણો ચહેરો કોનો છે ? તો તમને જણાવી દઈએ કે આ કોઈ બીજું નહિ પરંતુ બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી શિક્પ શેટ્ટી કુન્દ્રા છે.
શિલ્પા શેટ્ટી આ શોની અંદર એક ડરામણો પ્રેન્ક કરવાની છે. તે વૈભવ માટે એક ભૂતડી બનવાની છે. તે વૈભવ સાથે બદલો લેવા માંગે છે. અને તે પણ એક ભૂત બનીને. શિલ્પાનું કહેવું છે કે વૈભવે તેને છેલ્લા 3 વર્ષમાં જેટલી ડરાવી છે તેનો બદલો તે એક જ વારમાં લેવા માંગે છે અને તેના કારણ જ તે આ ડરામણા લુક સાથે શો ઉપર આવવાની છે.
શિલ્પા શેટ્ટીના આ લુકનો વીડિયો સોની લિવનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવ્યો છે. જેમાં તે મેકઅપમેનને મેકઅપ કરવાનું કહી રહી છે.
View this post on Instagram
તે મેકઅપ મેનને કહે છે કે “એવો મેકઅપ કરો કે વૈભવે મને એટલી બધી ડરાવી છે છેલ્લા ત્રણ વર્ષથી કે તેની વ્હાટ લગાવી દઈશ હું.” ત્યારબાદ જયારે શિલ્પાનો મેકઅપ તૈયાર થઇ જાય છે તો તે પોતે જ અરીસામાં પોતાનો ચહેરો જોઈને ડરી જાય છે.