શિલ્પા શેટ્ટીએ થાઈલેન્ડમાં માણ્યું વેકેશન, વિડીયો મચાવી રહ્યો છે સોશિયલ મીડિયામાં ધૂમ

0

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી હાલમાં પોતાના પરિવાર સાથે થાઈલેન્ડમાં રજાઓ માણી રહી છે. આ વખતે શિલ્પાએ દિવાળીનો તહેવાર ફૂકેતમાં મનાવ્યો હતો. શિલ્પાએ થાઈલેન્ડમાં એન્જોય કરતી કેટલીક તસ્વીરો અને વિડીયો શેર કર્યો છે જેમાં તે થાઈલેન્ડમાં ખુબ જ ધૂમ મચાવી રહી છે.

 

View this post on Instagram

 

कॉफ़ी, टी ओर मी? ☕️ . . . . . #options #tea #coffee #random #musings #thoughts

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

હાલમાં જ શિલ્પાએ એક પુલમાં આનંદ માણતી હોય તેવો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો છે. જે જોત જોતા જ ખુબ જ વાઇરલ થઇ ગયો. આ વિડીયોએ બધા લોકોનું ધ્યાન પોતાની તરફ દોર્યું છે. આ વીડિયોમાં શિલ્પા એક પુલમાં છે અને પુલમાં તેનો લુક અને અદાઓથી લોકોને પોતાના દીવાના કરી દીધા છે. શિલ્પાના પતિ રાજ કુન્દ્રાએ આ વિડીયો પર કોમેન્ટ પણ કરી છે.

આ વિડીયો પોસ્ટ કરતા સમયે શિલ્પાએ કેપ્સનમાં લખ્યું કે, “દિપક ચોપડાનું કહેવું છે કે, “આંદોલન અને અરાજકતા વચ્ચે પોતાની અંદર શાંતિ રાખવી જોઈએ.” હું પણ તેમાં વિશ્વાસ કરું છે. જો તમે તમારા મગજ અને વિચારોને કેન્દ્રિત કરી લેશો તો તમારી ચારે બાજુ ગમે એટલી તકલીફો હોય પણ તમારા માટે તે સમયે કઈ પણ અસંભવ નહીં હોય. જે વસ્તુ તમે શાંતિથી મેળવી શકતા હોય તો તે સમયે તમને નહીં મળે જયારે તમે દરેક વસ્તુમાં તમારી પ્રતિક્રિયા આપવાનું શરુ કરી દેશો. ઊંડો શ્વાસ લો અને જવાદો.

કામની વાત કરીએ તો શિલ્પા થોડા દિવસો પહેલા રિયાલિટી ડાન્સ શો “સુપર ડાન્સર” માં જજના રૂપમાં જોવા મળી હતી. આ શોને શિલ્પાની સાથે ગીતા કપૂર અને અનુરાગ બસુ એ પણ જજ કર્યું હતું. શિલ્પા ટૂંક જ સમયમાં “નિકમ્મા”માં જોવા મળશે. તેની સાથે સિંગર અને અભિનેત્રી શર્લે સેતિયા અને અભિમન્યુ દસાની મુખ્ય ભુમિકામાં જોવા મળશે. રોમેન્ટિક કોમેડી ડ્રામા પર આધારીત આ ફિલ્મ 2020માં રિલીઝ થશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here