બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી તાજેતરમાં જ બીજી વાર માતા બની છે. સરોગસી દ્વારા શિલ્પાના ઘરે એક દીકરીનો જન્મ થયો છે જેનું નામ સમીશા શેટ્ટી કુંદ્રા રાખ્યું છે. મહાશિવરાત્રીના દિવસે શિલ્પાએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેની દીકરીનો હાથ જોવા મળ્યો હતો. તેને આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તેની દીકરીના આગમનની જાહેરાત કરી હતી, જેમાં તેને જણાવ્યું હતું કે દીકરી સમીશા શેટ્ટી કુંદ્રાનો જન્મ 15 ફેબ્રુઆરી, 2020 ના રોજ થયો હતો.
View this post on Instagram
એક પોસ્ટમાં શિલ્પાએ દીકરીના નામના અર્થનો પણ ઉલ્લેખ કર્યો છે. શિલ્પાએ પોસ્ટમાં લખ્યું હતું- ‘સ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ છે ‘હોવું’ અને મીશા એક રશિયન શબ્દ છે. તેનો અર્થ છે ‘ભગવાનની જેવું કોઈ’. એટલે કે અમારી લક્ષ્મી દેવી, જેને અમારા પરિવારને પૂર્ણ કર્યો છે. અમારી દીકરીને તમારો પ્રેમ અને આશીર્વાદ આપો.’
View this post on Instagram
ઘણા ચાહકોએ કોમેન્ટ કરીને અભિનંદન અને આશીર્વાદ પણ આપ્યા હતા. ચાહકો હજુ પણ અભિનંદન આપી રહયા છે. દીકરીના જન્મની મોટી જાહેરાત પછી, શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ નજીકના લોકો સાથે દીકરીના આગમનની ઉજવણી માટે પાર્ટી કરી હતી અને તેમના મિત્રોએ પણ આ પાર્ટીને પરિવાર માટે ખાસ બનાવી હતી.
View this post on Instagram
સમીશાના જન્મ પછી શિલ્પા શેટ્ટીએ તેના ઘરે એક પાર્ટી રાખી હતી જેમાં તેણે કેટલાક ખાસ મિત્રોને આમંત્રણ આપ્યું હતું. શિલ્પાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પાર્ટીના ફોટોઝ શેર કર્યા નથી, પરંતુ તેની મિત્ર આકાંક્ષા મલ્હોત્રાએ કેટલીક તસ્વીરો શેર કરી છે જેમાં દરેક સમીશાની વેલકમ પાર્ટીની ઉજવણી કરતા જોવા મળે છે. ફોટામાં સમીશાની કેક પણ જોવા મળી રહી છે. આ ક્લોઝ-નાઇટ પાર્ટીમાં આ કપલના ઘણા મિત્રો હતા, જેમાં રિધ્ધિમા કપૂર સાહની પણ સામેલ થઇ હતી.
View this post on Instagram
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાનો વિહાન નામનો એક દીકરો પણ છે. દીકરીના જન્મ પછી શિલ્પાએ જણાવ્યું કે તે છેલ્લા પાંચથી ફરી માતા બનવાનો પ્રયાસ કરી રહી હતી. શિલ્પાએ કહ્યું કે તે અને તેનો પતિ છેલ્લાં પાંચ વર્ષથી બીજા બાળક માટે કોશિશ કરી રહયા હતા. જ્યારે તેમને ખબર મળી કે ફેબ્રુઆરીમાં તે ફરીથી માતાપિતા બનશે. ત્યાં સુધીમાં તેણે ફિલ્મ ‘નિકમ્મા’ સાઇન કરી લીધી હતી અને હંગામાને તારીખો આપી દીધી હતી. આ પછી બંનેએ પોતાના પ્રોજેક્ટ પૂર્ણ કર્યા. આ માટે, શિલ્પાએ તેની મદદ કરવા બદલ તેના મેનેજર અને ટીમનો આભાર પણ માન્યો હતો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.