‘દેશી ગર્લ’ પર ખૂબ નાચી શિલ્પા શેટ્ટી, ફરાહ ખાન સાથે કર્યો નાગિન ડાંસ, જુઓ વીડિયો

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના જીવનમાં છેલ્લા ઘણા સમયથી ઉતાર-ચઢાવ ચાલી રહ્યા છે. ત્યાં અભિનેત્રી મુસીબતોનો સામનો પણ કરી રહી છે. 19 જુલાઇના રોજ શિલ્પા શેટ્ટીના પતિ અને જાણિતા બિઝનેસમેન રાજ કુંદ્રાની મુંબઇ ક્રાઇમ બ્રાંચ દ્વારા ફિલ્મ રેકેટ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તેઓ જેલમાં જ છે. રાજની ધરપકડ બાદ શિલ્પાને ટ્રોલિંગનો સામનો પણ કરવો પડી રહ્યો હતો.

શિલ્પા શેટ્ટીએ આ દરમિયાન લગભગ ત્રણ સપ્તાહ સુધી કામથી બ્રેક લીધો હતો, તે બાદ તે ડાંસ રિયાલિટી શો સુપર ડાંસર-4 માં પરત ફરી હતી. શિલ્પા આ શોને જજ કરી રહી છે. શોના પહેલા દિવસે શિલ્પાને જોઇ બધા ભાવુક થઇ ગયા હતા અને તે બાદ શિલ્પા ફણ ઇમોશનલ નજર આવી હતી.

શિલ્પા હવે સુપર ડાંસર શોમાં તેના જૂના અંદાજમાં પાછી ફરી ચૂકી  છે. શિલ્પા શેટ્ટીનો એક ડાંસ વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પ્રિયંકા ચોપરાના ગીત દેશા ગર્લ પર ઠુમકા લગાવતી જોવા મળી રહી છે. શિલ્પા શેટ્ટી આ વીડિયોમાં સ્ટેજ પર રેડ સાડીમાં જોવા મળી રહી છે. આ સાથે જ ફરાહ ખાન અને ગીતા કપૂર પણ જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં ત્રણેય દેશી ગર્લ પર ફિલ્મ “દોસ્તાના”ના ગીત ‘દેસી ગર્લ’ પર ડાંસ કરતા જોવા મળી રહ્યા છે. આ ગીતના હુક સ્ટેપ પર ડાંસ કરતા કરતા અચાનક ફરાહ ખાન નાગિન ડાંસ કરવા લાગી જાય છે અને શિલ્પા અને ગીતા કપૂર પણ તેને ફોલો કરતી જોવા મળી રહી છે.

જણાવી દઇએ કે, આ ફિલ્મમાં શિલ્પાનો સ્પેશિયલ ડાંસ નંબર ‘શટ અપ એન્ડ બાઉંસ’ પણ હતો. આનાથી પહેલા આ શોથી શિલ્પા અને રવીના ટંડનનો ડાંસ પણ ઇન્ટરનેટ પર ખૂબ છવાયો હતો. જેમાં બંને ‘ચૂરા કે દિલ મેરા’ ગીત પર ઝૂમતી જોવા મળી હતી.

હવે ધીરે ધીરે શિલ્પા શેટ્ટી પોતાની નોર્મલ જીવનમાં પાછા આવવાની કોશિશ કરી રહી છે. પતિની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર શિલ્પાને ઘણા આરોપોનો સામનો કરવો પડ્યો, પરંતુ મુશ્કેલ સમયમાં પણ શિલ્પા મજબૂત રહી અને હવે નોર્મલ જીવનમાં તે પાછી ફરી રહી છે.

Shah Jina