ફિગર જોઈને કોઈ કહે આ 46 વર્ષની છે? જુઓ બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો
બોલિવુડની ખૂબસુરત અભિનેત્રીઓમાંની એક શિલ્પા શેટ્ટીએ 8 જૂન મંગળવારના રોજ તેનો 46મો જન્મદિવસ મનાવ્યો. આ અવસર પર બી ટાઉનના સેલેબ્સ સહિત તેમના ચાહકોએ તેમને જન્મદિવસની શુભકામના પાઠવી.

શિલ્પાએ મુંબઇના જૂહુમાં સ્થિત તેમના ઘર પર પરિવારના સભ્યો સાથે કેક કાપી. શિલ્પાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે.

તસવીરોમાં શિલ્પા પ્રિંટેડ ડ્રેસમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ વ્હાઇટ બ્લેઝર સાથે ટીમ-અપ કર્યુ છે. શિલ્પા પતિ રાજ કુંદ્રા, બહેન શમિતા શેટ્ટી અને દીકરા વિયાન સાથે કેક કાપતી જોવા મળી રહી છે.

શિલ્પા શેટ્ટીના જન્મદિવસ પર તેના બહેન શમિતા શેટ્ટી કેક લઇને આવી હતી. શિલ્પા શેટ્ટીએ કેક કટિંગ સેરેમની દરમિયાન કોરોનાના નિયમોનું પાલન કર્યુ.

શિલ્પા શેટ્ટીએ જન્મદિવસની કેક બધા મીડિયાવાળાઓ સાથે પણ વહેંચી હતી. મીડિયાએ પણ તેમને જન્મદિવસના અવસર પર શુભકામનાઓ પાઠવી હતી.

શિલ્પાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે હાલ ટીવીના ડાંસિંગ શો “સુપર ડાંસર ચેપ્ટર 4″ને જજ કરી રહી છે. આ ઉપરાંત તે ઘણા વર્ષો બાદ મોટા પડદા પર કમબેક કરવા જઇ રહી છે.

અભિનેત્રી ફિલ્મ “હંગામા 2” અને “નિકમ્મા”માં જોવા મળવાની છે. તે ઘણા વર્ષો બાદ સ્ક્રીન પર પરત ફરી રહી છે. આ ઉપરાંત શિલ્પાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે ઘણી જ ખુશ જોવા મળી રહી છે.
View this post on Instagram