બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુંદ્રા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે રાજ કુંદ્રાની કથિત રીતે ફિલ્મ રેકેટ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, તેઓ જેલમાં જ છે, ત્યાં શિલ્પા અને તેનો પરિવાર છેલ્લા ઘણા સમયથી મુશ્કેલીમાં છે. શિલ્પા સોની ટીવી ડાંસ રિયાલિટી શો “સુપર ડાંસર”નો ભાગ છે. તે થોડા સમયથી શોથી દૂર હતી, પરંતુ હવે તે શોમાં જજ તરીકે પાછી આવી ગઇ છે.
શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ થઇ ચૂકી છે અને સતત ઇમોશનલ અને ઇંસ્પિરેશનલ કોટ્સ શેર કરી રહી છે. શિલ્પા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આવી જ એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે કહ્યુ છે કે, જીવન કયારેય પણ રોકાતુ નથી. શિલ્પા શેટ્ટીએ એક તસવીર શેર કરી છે જેમાં લખ્યુ છે કે, આપણે આપણા જીવનમાં ‘pause’ બટનને દબાવી શકતા નથી. બધા દિવસ કાઉન્ટ થાય છે. તમે કોઇ મુશ્કેલીના સમયમાં હોવ કે પછી સારા સમયમાં. કેટલીક વાર આપણે સમય પર વસ્તુઓ છોડી દેવી જોઇએ.
પોસ્ટમાં આગળ લખ્યુ છે કે, જયારે આપણે સ્ટ્રેસ મહેસૂસ કરીએ છે. આપણું જીવન ચાલતુ રહે છે. પછી કંઇ પણ થઇ કેમ ન જાય. આપણી પાસે માત્ર એક સમય જ તો છે બાકી કંઇ નથી. તેનાથી સારુ કે આપણે બધા મોમેન્ટને જીવી, જેનાથી આપણા હાથમાંથી સમય નીકળી ન શકે.
શિલ્પાએ લખ્યુ કે, આપણે બધી મોમેન્ટને જીવવી જોઇએ. તમને જણાવી દઇએ કે, શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી આ સમયે ટીવીના સૌથી કોન્ટ્રોવર્શિયલ શો “બિગબોસ ઓટીટી”માં જોવા મળી રહી છે. શમિતા સારી ગેમ રમી રહી છે. કરણ જોહર આ શોને હોસ્ટ કરી રહ્યા છે.
View this post on Instagram