શિલ્પા શેટ્ટી ૧૦ મહિનાની દીકરી લઈને સ્પોટ થઇ, જુઓ ક્યૂટ તસવીરો: અનલોક થતા જ બોલીવુડના ઘણા કલાકારો વેકેશન મનાવવા માટે દેશ-વિદેશમાં પહોંચ્યા હતા. અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરવા માટે ગોવા પહોંચી હતી, ગોવા વેકેશનની ઘણી તસ્વીરો શિલ્પાએ શેર કરી હતી.

એવામાં હવે શિલ્પા વેકેશન મનાવીને મુંબઈ પરત ફરી છે.શિલ્પા પરિવાર સાથે મુંબઈના કાલીન એરપોર્ટ પર જોવા મળી હતી. શિલ્પાએ પોતાની 11 મહિનાની દીકરી સમિશાને હાથમાં ઊંચકી રાખી હતી અને કોઈકના પર મોટા અવાજે બોલતી જોવા મળી હતી. શિલ્પાએ એરપોર્ટની બહાર આવતા જ મીડિયા સામે પોઝ આપ્યા હતા. આ સમયે શિલ્પા કેમેરામેનને મોટા અવાજે કંઈક કહેતી જોવા મળી હતી. કેમેરામેનની સામે પોઝ આપ્યા પછી શિલ્પા પોતાના સામાનને સંભાળવામાં વ્યસ્ત થઇ ગઈ હતી જ્યારે દીકરો વિઆન કેમેરા સામે પોઝ આપતો જ રહ્યો હતો.

જણાવી દઈએ કે શિલ્પા પોતાના સમગ્ર પરિવાર સાથે ગોવા પહોંચી હતી. શિલ્પા સાથે પતિ રાજ કુન્દ્રા, બંને બાળકો, બહેન સમીતા શેટ્ટી, સાસુ-સસરા અને શિલ્પાની માં પણ હતી. દરેકે મનભરીને વેકેશનની મજા માણી હતી. શિલ્પાએ પરિવાર અને પતિ સાથેની તસ્વીરો પણ શેર કરી હતી.

કારકિર્દીની વાત કરીએ તો લાંબા સમયથી ફિલ્મોથી દૂર શિલ્પા ફિલ્મ નિકમ્મામાં જોવા મળશે.ફિલ્મમાં અભિનેત્રી ભાગ્યશ્રીનો દીકરી અભિમન્યુ દાસાની અને સિંગર શર્લે સેતિયા મુખ્ય કિરદારમાં હશે. આ સિવાય શિલ્પા હંગામા-2 માં પણ જોવા મળશે. જેમાં પરેશ રાવલ અને મિજાન જાફરી પણ ખાસ કિરદારમાં જોવા મળશે.