મનોરંજન

BREAKING: શિલ્પા શેટ્ટીએ પતિ રાજની ધરપકડની ખબર બાદ પરેશાન થઇને ઉઠાવ્યુ મોટુ પગલુ, ફેન્સને લાગ્યો ધ્રાસ્કો

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની સોમવારે ખરાબ વીડિયો બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલિસે લગભગ 2 કલાક સુધી પૂછપરછ કરી હતી અને પછી રાજની ધરપકડ કરી હતી. જો કે, હાલ તો આ મામલે રાજ અને શિલ્પા બેમાંથી કોઇની પણ પ્રતિક્રિયા સામે આવી નથી.

ખબર છે કે શિલ્પા રાજની ધરપકડ બાદથી પરેશાન છે અને તેણે ડાંસ રિયાલિટી શો “સુપર ડાંસર”નું શુટિંગ ટાળી દીધુ છે. એક વેબપોર્ટલ અનુસાર,  શિલ્પા શેટ્ટી સાથે જોડાયેલ સૂત્રનું કહેવુ છે કે, સોમવાર સુધી એ નક્કી હતુ કે શિલ્પા શેટ્ટી શોના બે એપિસોડ્સનું શુટિંગ કરશે, પરંતુ જેવી જ પતિની ધરપકડની ખબર સામે આવી તો તેણે તેનો ઇરાદો બદલી દીધો.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, હાલાત જોતા  શિલ્પા વગર જ શોના અન્ય બે જજ ગીતા કપૂર અને અનુરાગ બસુની શુટિંગ થઇ રહી છે. તમને જણાવી દઇએ કે, સોમવારે રાત્રે મુંબઇ પોલિસની ક્રાઇમ બ્રાંચે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુંદ્રા પર ખરાબ ફિલ્મો બનાવવાના આરોપ છે. રાજ કુંદ્રાના સાથી રાયન જોન થાર્પની પણ ધરપકડ કરવામાં આવી હતી.

મુંબઇ પોલિસે જણાવ્યુ કે, તેમની અશ્લીલ ફિલ્મોના નિર્માણ આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. મુંબઇ પોલિસ પ્રમુખનું કહેવુ છે કે, કુંદ્રાની એટલા માટે ધરપકડ કરવામાં આવી છે કારણ કે તેઓ આ મામલે મુખ્ય સાજિશશકર્તા લાગી રહ્યા છે. પોલિસે એ પણ જણાવ્યુ છે કે, તેમની પાસે રાજ કુંદ્રા વિરૂદ્ધ પર્યાપ્ત સબૂત છે. જો કે, તપાસ હાલ ચાલુ છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં અશ્લીલ ફિલ્મો બનાવવા અને એપ પર રીલિઝ કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે રાજ કુંદ્રાની મુખ્ય આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી છે. મેડિકલ તપાસ બાદ રાજ કુંદ્રાને આજે એટલે કે મંગળવારે કોર્ટમાં પેશ કરવામાં આવશે.

મુંબઇ પોલિસ કમિશ્નરે કહ્યુ કે, ક્રાઇમ બ્રાંચે ફેબ્રુઆરી 2021માં અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તે બાદથી જ પોલિસે અલગ અલગ જગ્યાએ છાપેમારી કરી છે. આ મામલે રાજ પહેલા 4 લોકોની ધરપકડ થઇ ચૂકી છે.

આરોપીઓના નિવેદન અને ટેક્નીકલ એવિડેંસ આધારે રાજની ધરપકડ કરવામાં આવી છે. પોલિસ તપાસમાં સામે આવ્યુ છે કે રાજ કુંદ્રા મુખ્ય આરોપી છે અને મુખ્ય સાજિશકર્તા પણ છે. અશ્લીલ ફિલ્મોને રીલિઝ કરવા માટે એક એપ બનાવવામાં આવી હતી અને તેનું નામ હતુ Hotshot. આવી ફિલ્મોને આ એપ પર રીલિઝ કરવામાં આવતી હતી.