ક્લાસી વ્હાઇટ શર્ટ સાથે બ્લેક ટ્રાઉઝરમાં શિલ્પા શેટ્ટીનો એરપોર્ટ લુક…કુલ અને સ્ટાઇલિશ અવતારમાં એરપોર્ટ પર થઇ સ્પોટ

ફિટનેસ ક્વીન શિલ્પા શેટ્ટીનો શાનદાર એરપોર્ટ લુક, યુઝર્સ કરી રહ્યા છે ખૂબ તારીફ

Shilpa Shetty Airport Look : બોલિવૂડની ખૂબસુરત અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેની ફિટનેસ માટે ફેમસ છે. તે પોતાના લુકથી અવાર નવાર ફેન્સના દિલને ઘાયલ કરતી રહે છે. ત્યારે તાજેતરમાં જ શિલ્પા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન તેણે પેપરાજીને પોઝ પણ આપ્યા હતા. શિલ્પાનો આ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે, જે વાયરલ થઇ રહ્યો છે.

શિલ્પાનો એરપોર્ટ માટે ક્લાસિક લુક
વીડિયોમાં શિલ્પા કારમાંથી નીચે ઉતરતી જોવા મળે છે. શિલ્પાએ એરપોર્ટ માટે ક્લાસિક લુક પસંદ કર્યો હતો. તેણે સફેદ શર્ટ સાથે બ્લેક ટ્રાઉઝર સ્ટાઈલ કર્યું હતુ અને ગળામાં બ્લેક જેકેટ પણ લેયર કર્યું હતું. શિલ્પાએ તેના આઉટફિટને સિલ્વર સ્નીકર્સ સાથે કંપલીટ કર્યો હતો. આ સિવાય તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા અને બ્લેક બેગ કેરી કરી હતી.

બ્લેક ટ્રાઉઝર અને વ્હાઇટ શર્ટમાં જોવા મળી શિલ્પા
આ દરમિયાન તેણે સનગ્લાસ પણ પહેર્યા હતા અને ખૂબ જ સિમ્પલ મેકઅપ રાખ્યો હતો. આ વીડિયો જોયા બાદ શિલ્પાના ફેન્સ તેના શાનદાર અને સ્ટાઇલિશ લુકના વખાણ કરી રહ્યા છે. વીડિયો પર એક યુઝરે લખ્યું- તમે હંમેશા સુંદર અને સ્ટાઇલિશ દેખાશો. આ દિવસોમાં શિલ્પા તેના બોલ્ડ લુકથી ઇન્ડસ્ટ્રીની નવી અભિનેત્રીઓને પણ કાંટાની ટક્કર આપતી જોવા મળે છે.

શિલ્પાનું વર્કફ્રન્ટ
શિલ્પાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે જલ્દી જ ફિલ્મ ‘સુખી’માં જોવા મળશે. આ પછી અભિનેત્રી ‘KD’ નામની કન્નડ ફિલ્મમાં પણ જોવા મળશે. આ સિવાય શિલ્પા રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સ વેબ સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં પણ જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina