મનોરંજન

શિલ્પા શેટ્ટીના જન્મદિવસ પર પતિ રાજ કુંદ્રાએ શેયર કર્યો ખાસ અને રોમેન્ટિક મેસેજ….

Image Source

બોલીવુડમાં પોતાના ઠુમકા,સુંદરતા અને અદાઓથી દરેકને દીવાના બનાવનારી અભિનેત્રી ‘શિલ્પા શેટ્ટી કુંદ્રા’ આજે એટલે કે 8 જૂનના રોજ પોતાનો 44 મોં જન્મદિવસ ઉજવવા જઈ રહી છે.સોશિયલ મીડિયા પર તેના ફૈન્સ અને મિત્રો પણ જન્મદિસવની ખુબ ખુબ શુભકામનાઓ આપી રહ્યા છે.

Image Source

એવામાં તેના પતિ અને બિઝનેસમૈન રાજકુંદ્રાએ પોતાની પત્નીને જન્મદિસવની શુભકામનાઓ આપતા પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની અને શિલ્પાની સુંદર તસ્વીર પોસ્ટ કરી છે અને શિલ્પાના જન્મદીવસને ખાસ બનાવવા માટે એક ભાવુક પોસ્ટ પણ લખી છે.

Image Source

રાજ દ્વારા શેયર કરવામાં આવેલી તસ્વીરમાં તેમણે શિલ્પાનો હાથ પકડી રાખ્યો છે અને બંને બ્લુ રંગના આઉટફિટમાં ખુબ જ સુંદર લાગી રહ્યા છે, આ તસ્વીર એ વાતની સાબિતી છે કે શિલ્પા અને રાજ બોલીવુડના સૌથી ક્યૂટ અને સુંદર કપલમાંના એક છે.

Image Source

રાજ કુંદ્રાએ જન્મદિસવની શુભકામના આપતા લખ્યું છે કે,”તને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.ભગવાના તારા દરેક સપનાઓ અને ઈચ્છાઓને પૂર્ણ કરે.તે એ સાબિત કરી દીધું છે કે જો સ્વસ્થ અને સુખી જીવનશૈલી હોય તો ઉંમર માત્ર એક નંબર બનીને રહી જાય છે.અમને બધાને પ્રેરિત કરવા માટે ખુબ ખુબ આભાર”.

રાજ કુંદ્રાએ આગળ કહેતા કૈપ્શનમાં લખ્યું કે,”જ્યારે પણ હું પાછું વળીને આપણા બંનેની જર્નીને જોવ છું તો ભગવાનનો આભાર વ્યક્ત કરું છું કે તેમણે પોતાની એન્જલને મારા જીવનમાં મોકલી.હું શબ્દોમાં કહી નથી શકતો કે તને કેટલો પ્રેમ કરું છું @theshilpashetty તને જન્મદિસવની ખુબ શુભકામનાઓ”.

શિલ્પાએ પતિના આ રોમેન્ટિક પોસ્ટનો જવાબ આપતા કમેન્ટમાં લખ્યું કે,”ઓહ્…થેંક યુ,મેરી જાન લવ યું”.

આવી રીતે શરૂ થઇ હતી બંનેની પ્રેમ કહાની:

Image Source

રાજ કુંદ્રા અને શિલ્પાની પ્રેમ કહાનીની શરૂઆત વર્ષ 2007 માં થઇ હતી.લવ બર્ડના પહેલા બંને બિઝનેસ પાર્ટનર હતા અને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા.બંનેની પહેલી મુલાકાત એક બિઝનેસ મિટિંગના દરમિયાન થઇ હતી.જ્યા રાજે શિલ્પાને પરફ્યુમ બ્રેન્ડ S2 ના પ્રમોશનમાં મદદ કરી હતી.તેના પછી મુલાકાત થતી રહી અને બંનેએ વર્ષ 2009 નવેમ્બરમાં લગ્ન કરી લીધા.ફિટનેસ ડિવા માનવામા આવતી શિલ્પા શેટ્ટીએ ખુબ સંઘર્ષ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ કમાયું હતું.આજે શિલ્પા શેટ્ટી 44 વર્ષની થઇ ગઈ છે અને દરેક કોઈ તેને જન્મદિસવી શુભકામનાઓ આપી રહ્યા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks