શિલ્પા શેટ્ટીએ જોયા છે હદથી વધારે ખરાબ દિવસો, ગોરાઓની ગાળો સાંભળીને તો સરકારે લૂછ્યા હતા આંસુ

શિલ્પા શેટ્ટીને વિદેશીઓએ ગાળો ભાંડી હતી…આખી સ્ટોરી વાંચીને શિલ્પાના ફેશન ધ્રુસકે ધ્રુસકે રડી પડશે

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી આ દિવસોમાં મુશ્કેલ સમયથી ગુજરી રહી છે. કથિત રીતે ફિલ્મ કેસમાં તેના પતિ રાજ કુંદ્રા છેલ્લ ઘણા દિવસોમાં પોલિસ કસ્ટડીમાં છે. શિલ્પા અને તેના પરિવાર પર આફતોનો પહાડ તૂટી પડ્યો છે. રોજ રોજ રાજ કેસ મામલે નવા નવા ખુલાસા થઇ રહ્યા છે અને રાજની મુશ્કેલીઓ વધતી જઇ રહી છે. રાજ સાથે સાથે લોકો શિલ્પાને ઘણી ટ્રોલ કરી રહ્યા છે. આ પહેલીવાર નથી કે શિલ્પાને ઘણી વાતો સાંભળવી પડી હોય, પરંતુ આ પહેલા પણ તે મુશ્કેલ સમયમાંથી ગુજરી ચૂકી છે.

જયારે તે ઇન્ટરનેશનલ શો “બિગબ્રધર”માં ભાગ લેવા પહોંચી હતી ત્યારે ઘરની અંદર ગોરાઓએ તેને એવી એવી વાતો કહી હતી, જે કદાચ બીજો કોઇ સહન ન કરી શકે. ઘરની અંદર તેને પૂરી રીતે તોડવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ તે છત્તાં પણ તે અડગ રહી અને આખરે તે શોની વિનર બની ગઇ. આ મામલો એટલો વધી ગયો હતો કે સરકારને પણ દખલ દેવી પડી હતી.

તમને જણાવી દઇએ કે, બિગબ્રધર વર્ષ 2007માં ટેલિકાસ્ટ થયો હતો. ઘરમાં સ્ટે દરમિયાન શિલ્પાને નસ્લવાદને લઇને ટાર્ગેટ કરવામાં આવી હતી. અભિનેત્રીના ભારતીય ઉચ્ચારણને લઇને તેની ઘણી મજાક ઉડાવવામાં આવી હતી. અહીં સુધી કે શોની એક કંટેસ્ટેંટે તેને ડોગ કહી દીધુ હતુ. બીજી એક કંટેંસ્ટેંટે કહ્યુ હતુ કે, ભારતીય પતલા હોય છે કારણ કે તે હંમેશા બીમાર રહે છે. તે પૂરી રીતે ખાવાનું પકાવતા નથી કારણ કે તે સમયે શિલ્પાએ જે ચિકન બનાવ્યુ હતુ કે પૂરી રીતે પાકેલુ ન હતુ.

ત્યારે જ એક કંટેસ્ટેંટે કહ્યુ કે, તેને નથી પસંદ કે શિલ્પા શેટ્ટી તેના ખાવાને હાથ લગાવે કારણ કે તેને નથી ખબર તે શિલ્પાના હાથ કયાં કયાં રહ્યા હશે. એક કંટેસ્ટેંટે કહ્યુ કે, શિલ્પાની ઇંગ્લિશ સ્પીકિંગ સ્કિલ્સ ખરાબ છે અને તેણે ઘરે જતુ રહેવુ જોઇએ. શો દરમિયાન એવુ ઘણીવાર થયુ જયારે શિલ્પાની આંખોમાં આંસુ આવી ગયા.

શો ખત્મ થયા બાદ ગુડીએ માન્યુ કે, તેને પોતાની કમેન્ટ્સ રેસિસ્ટ લાગી અને તે માટે તેણે માફી માંગી. 14 ફેબ્રુઆરી 2007ના રોજ શિલ્પાએ કહ્યુ કે, Jade અને Danielle એ માફી માંગી તો મેં માફ કરી દીધા. જે લોકો મને જાણે છે તેને ખબર છે કે હું માફ કરી દઉ છુ અને જલ્દી જ બધુ ભૂલી જાઉં છું. જો કે, જયારે ગુડીએ તેના વ્યવહાર માટે માફી માંગી તો ટ્વીડે કહ્યુ કે તે માફી માંગવા માટે ગુડીથી નિરાશ છે. તેણે શિલ્પા માટે એકવાર ફરી આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યો.

જયારે યુકે ટેલિવિઝન પર નસ્લવાદી ટિપ્પણીઓ બતાવવામાં આવી તો નેશનલ અને ઇન્ટરનેશનલ મીડિયાએ કવર કર્યુ. આ પર યુકે અને ભારત સરકારે રિસ્પોન્સ આપ્યો. તેની અસર એટલી બધી રહી કે વર્ષ 2008ના સીઝન દરમિયાન શો સસ્પેંડ કરી દીધો. ઘણી એજન્સીઓ અને કોર્પોરેશન્સે હાઉસમેટ્સના કોન્ટ્રેક્ટ્સ કેન્સલ કરી દીધા અને તેના પર રેસિઝમને વધારો આપવાનો આરોપ લાગ્યો. એટલું જ નહિ, બિગબ્રધર સીરીઝના ઘણા સ્પોન્સર્સે તેમની સ્પોન્સરશિપ કેન્સલ અને સસ્પેંડ કરી દીધી.

તપાસ બાદ ઓફકોમે કહ્યુ કે, ચેનલ 4એ ઓફકોમ કોડ ઓફ કંડ્કટનું ઉલ્લંઘન કર્યુ હતુ. તે બાદ નેટવર્ક પર વૈધાનિક પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. જયારે શિલ્પાએ ચિકન સુપને ટોયલેટમાં ફેક્યો તો તેનાથી ટોયલેટ બ્લોક થઇ ગયુ અને ત્યારે આ પર હાઉસમેટ જેક ટ્વીડે કહ્યુ કે શિલ્પાને તેના દાંતોથી હડ્ડી નીકાળવી જોઇએ.

Shah Jina