૪૫ વર્ષની ઉંમરે માત આપી રહી છે શિલ્પા શેટ્ટી, બ્લેક ડ્રેસમાં ઘરેથી બહાર નીકળી તો ઘણા લોકોનું તૂટ્યુ દિલ
બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ભલે આજ-કાલ ફિલ્મોમાં જોવા મળતી નથી પરંતુ અભિનેત્રી તેની સ્ટાઇલિશ તસવીરોને લઇને અને તેની ફિટનેસને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. શિલ્પાને રાતના સમયે જ બહેન શમિતા શેટ્ટી અને માતા સાથે સ્પોટ કરવામાં આવી હતી.

અભિનેત્રી કાલે ડિનર માટે પહોંચી હતી. ઘરેથી તે સ્ટાઇલિશ લુકમાં નીકળી હતી. આ દરમિયાન શિલ્પાએ સ્માઇલ સાથે પોઝ પણ આપ્યા હતા. શિલ્પા શેટ્ટી તેના આ લુકમાં તેની ઉંમરને પણ માત આપતી જોવા મળી રહી છે. 45 વર્ષની ઉંમરમાં પણ શિલ્પા પોતાને ખૂબ મેન્ટેન કરી રહી છે. શિલ્પા શેટ્ટી લાખો લોકોના દિલ પર રાજ કરે છે.

શિલ્પા જલ્દી જ મોટા પડદા પર જોવા મળવાની છે. તે ફિલ્મ હંગામા-2થી હવે કમબેક કરવાની છે. ફેન્સ આ વાતથી ઘણા ખુશ છે.

શિલ્પા અને શમિતાને પરિવાર સાથે મુંબઇના વર્લીમાં સ્પોટ કરવામાં આવ્યા હતા. શિલ્પા બ્લેક ડ્રેસમાં ખૂબ જ સરસ લાગી રહી હતી. શિલ્પાનો આ અંદાજ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. શિલ્પાની સાથે સાથે તેની બહેન શમિતા શેટ્ટી પણ ખૂબસુરત લાગી રહી હતી. શમિતાએ સફેદ કલરનું ટોપ અને ડેનિમ પહેર્યુ હતું.
