45 વર્ષની ઉંમરે મા બનવા પર શિલ્પા શેટ્ટી બોલી- મારામાં હિંમત છે કારણ કે જયારે હું 50 વર્ષની થઇશ ત્યારે મારી દીકરી 5 વર્ષની થશે

શિલ્પા શેટ્ટી છેલ્લા 5 વર્ષથી બાળકની કોશિશ કરી રહી હતી, તેણે કહ્યું 45ની ઉંમર બાળક થવુ એ

બોલિવુડની ખૂબસુરત અને ફિટ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિય પર ઘણી ચર્ચામાં છે. તે અવાર નવાર તેની ફિટન્સને લઇને ચર્ચામાં રહેતી હોય છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર કોઇના કોઇ પોસ્ટ શેર કરી ચાહકોનું મનોરંજન કરતી રહે છે. શિલ્પા શેટ્ટી વર્ષ 2020માં ફેબ્રુઆરીમાં બીજીવાર માતા બની હતી. શિલ્પાની દીકરીનો જન્મ સરોગેસી દ્વારા થયો હતો. શિલ્પાએ મુંબઇ મિરર સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, કયારેક કયારેક તેને ઘણુ અજીબ લાગતુ હતુ જયારે લોકો પૂછતા કે મારા બાળકો કેવા છે. 45ની ઉંમરે બેબી થવું એ હિંમતની વાત છે. શિલ્પાએ એ પણ જણાવ્યું કે આ વખતે તેનો મા બનવાનો અનુભવ પહેલી વખત કરતા અલગ હતો.

તેણે કહ્યું, ‘પહેલી વખત તમે હંમેશા સ્તનપાન કરાવતા રહો છો. તમે ગાય છો એવું અનુભવો છો. મને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન પણ હતું. જોકે 2 અઠવાડિયામાં હું સાજી થઈ ગઇ હતી. શિલ્પાએ એ પણ જણાવ્યું કે કેવી રીતે તે લોકડાઉન પહેલા તે તેની દીકરીને લઈને ઘરે આવી હતી. તેણે કહ્યું, ‘હું સમીશાને પ્રાઈવેટ ફ્લાઈટથી ઘરે લાવી હતી. સમિશાને ઘરે લાવવાના થોડા દિવસો બાદ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. હું ખુશ છું કે એ સમયે હું મારી પુત્રી સાથે હતી.

શિલ્પાએ અગાઉ તેની પુત્રી વિશે કહ્યું હતું કે, ‘સમિશાના જન્મ પહેલા મેં 15 દિવસની રજા લીધી હતી અને તે દિવસોમાં સમિષા સાથે વધુને વધુ સમય વિતાવી રહી હતી. છેલ્લા કેટલાક મહિનાઓ તે તેની સાથે જ રહી હતી. ક્યારેક હું તેને માલિશ કરતી તો ક્યારેક ખવડાવતી. શિલ્પાએ કહ્યું હતું કે, ‘મારા પુત્ર વિયાનના ઘણા મિત્રો હતા જેઓને ભાઈ-બહેન હતા અને તે આ બધું ખૂબ મિસ કરતો હતો. તે ખૂબ જ સામાજિક બાળક છે અને જ્યારે બિલ્ડિંગમાં કોઈ બાળકો ન હોય ત્યારે તે ખૂબ જ હતાશ થઈ જતો હતો. તે મને અને રાજને પૂછતો રહ્યો કે તેને કોઈ ભાઈ-બહેન કેમ નથી. તે હંમેશા પોતાના માટે બહેન ઈચ્છતો હતો.

છેલ્લા કેટલાક વર્ષથી અમે વર્ષમાં એક વાર શિરડી જઈએ છીએ. વિયાન હંમેશા પ્રાર્થના કરતો હતો કે તેને જલ્દી બહેન જોઈએ છે. જ્યારે તેને ખબર પડી કે અમને એક દીકરી છે, ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગયો. વિયાન 3 વર્ષથી સમિષા માટે પ્રાર્થના કરી રહ્યો હતો. નેહા ધૂપિયાના શો ‘નો ફિલ્ટર નેહા’ પર શિલ્પાએ કહ્યું, “મને લાગે છે કે યોગથી મારામાં ઘણો ફરક પડ્યો છે. હું તે નથી જે હું 10 વર્ષ પહેલા હતી. વિયાનના જન્મ પછી, હું ખૂબ જ ભાંગી પડી હતી કારણ કે હું પહેલીવાર માતા બની હતી. તે પ્રથમ વખત મુશ્કેલ અનુભવ હતો પરંતુ હવે વસ્તુઓ પહેલા કરતા ઘણી સરળ છે. હવે હું 45 વર્ષની છું અને મારે બીજું બાળક છે. મારામાં હિંમત છે, જ્યારે હું 50 વર્ષની થઈશ ત્યારે મારી પુત્રી 5 વર્ષની થશે.

શિલ્પાએ આગળ કહ્યુ કે, લોકો શું કહે છે તેની મને પરવા નથી, અને મને કોઈના નિર્ણયની પરવા નથી. એક માતા તરીકે હું મારાથી બને તેટલું શ્રેષ્ઠ કરીશ. શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ ફેબ્રુઆરીમાં તેમની પુત્રી સમિષાને ઘરે લાવ્યા બાદ આશ્ચર્યજનક જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. સમિશા પહેલા બંનેને 8 વર્ષનો પુત્ર વિયાન પણ છે. દીકરીનો જન્મ થયો ત્યારથી જ શિલ્પા તેની સુંદર તસવીરો અને તેની સાથે વિતાવેલી સુંદર પળોની ઝલક શેર કરતી રહે છે.

Shah Jina