બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી લાંબા સમય બાદ ફરીથી મોટા પડદા પર ડેબ્યુ કરવા જઈ રહી છે. શિલ્પા તેની પ્રોફેશનલ લાઇફની સાથે-સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. શિલ્પાએ 22 નવેમ્બર 2009ના રોજ બિઝનેસ મેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતા. હાલમાં જ તેના લગ્નને 11 વર્ષ પુરા થઇ ચુક્યા છે.
View this post on Instagram
શિલ્પા અને રાજની લવ સ્ટોરી ઘણી દિલચસ્પ રહી છે. બંનેની મુલાકાત કામને લઈને થઇ હતી પરંતુ બંને એકબીજાને દિલ દઈ બેઠા હતા. બંનેની મુલાકાત થઇ ત્યારે રાજ પરણિત હતો. રાજ કુંદ્રાએ શિલ્પા સાથે લગ્ન કરતા પહેલા કવિતા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક દીકરી ડેલીના પણ હતી. કહેવામાં આવે છે કે, રાજે શિલ્પા માટે થઈને પત્ની અને દીકરીને છોડી દીધા હતા. રાજ કુંદ્રાએ કવિતાને 2007માં છૂટાછેડા આપી દીધા હતા. આ બાદ લગભગ 2 વર્ષ પછી એટલે કે 2009માં શિલ્પા સાથે લગ્ન કર્યા હતા.
View this post on Instagram
રાજ સાથે લગ્ન તૂટ્યા બાદ કવિતાએ શિલ્પા શેટ્ટી પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને હોમ બ્રેકર સુધી કહી દીધું હતું. કવિતાએ કહ્યું હતું કે, શિલ્પા શેટ્ટીના કારણે તેનું ઘર તૂટ્યું હતું આ કારણે જ રાજ સાથે તેનો સંબંધ પૂરો થઇ ગયો હતો. કવિતાનું કહેવું છે કે, રાજ શિલ્પાને બહુ જ પસંદ કરવા લાગ્યો હતો અને કવિતાને છૂટાછેડા આપી દીધા હતા. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, રાજે જયારે કવિતાને છૂટાછેડાની નોટિસ મોકલી હતી ત્યારે તેની દીકરી ડેલીના ફક્ત 2 મહિનાની હતી.
View this post on Instagram
કવિતા દ્વારા પોતાના પર લગાવવામાં આવેલા આ આરોપથી શિલ્પા શેટ્ટી પરેશાન થઇ ગઈ હતી. જે બાદ તેને સફાઈ આપી બધા આરોપનું ખંડન કર્યું હતું. શિલ્પાએ કહ્યું હતું કે, તેને ખબર હતી કે જયારે કવિતાએ તેના પતિને છોડીને ચાલી ગઈ ત્યારે હું રાજને જાણતી ના હતી. શિલ્પાએ જણાવ્યું હતું કે, જયારે રાજને મળી ત્યારે તેને છૂટાછેડા થઇ ગયા હતા.
View this post on Instagram
તો રાજે પણ શિલ્પાનું સમર્થન કરતા કવિતાના આરોપને નકારી દીધા હતા. રાજે કહ્યું હતું કે, કવિતાએ શિલ્પા પર જે આરોપ લગાવાયા છે તે ખોટા છે. અમારે અલગ થવાનું કારણ ઘણું અંગત છે. જેને હું જાહેરમાં કહી શકું એમ નથી. જયારે અમારે બંનેના છૂટાછેડા થયા ત્યારે મારે શિલ્પા શેટ્ટી સાથે કોઈ સંબંધ ના હતો.
View this post on Instagram
જણાવી દઈએ કે શિલ્પાએ 22 નવેમ્બર 2009 ના રોજ રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતા અને લગભગ અઢી વર્ષ પછી બંને પ્રથમ વખત માતાપિતા બન્યા હતા અને 21 મે, 2012 ના રોજ તેમના પુત્ર વિઆન રાજ કુંદ્રાનો જન્મ થયો હતો. આ પછી 15 ફેબ્રુઆરી 2020 ના રોજ બંને સરોગસી દ્વારા બીજી વખત માતાપિતા બન્યા અને તેમની પુત્રી સમિષા શેટ્ટી કુંદ્રાનો જન્મ થયો હતો.