બોલીવુડની ફિટ અભિનેત્રીઓમાંની શિલ્પા શેટ્ટી અને મલાઈકા અરોરા બંન્ને મોટાભાગે યોગાસન કરતી કે વ્યાયામ કરતી તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. 44 ની ઉંમરમાં પણ શિલ્પા શેટ્ટીની ફિટનેસ જોવા લાયક છે, જ્યારે મલાઈકા પણ કોઈથી ઓછી નથી.
View this post on Instagram
Bold and iconic. That’s my style #SoleFury #SplitFrom the pack @ReebokIndia
એવામાં એકવાર ફરીથી બંન્નેએ ઇંસ્ટાગ્રામ પર યોગ કરી રહેલી તસ્વીર અને વિડીયો શેર કર્યા છે. જ્યા મલાઈકા ચમત્કારાસન કરી રહી છે જ્યારે શિલ્પા શેટ્ટી ખુબ જ મુશ્કિલ વૃશ્ચિકાસન કરતી જોવા મળી છે. બંન્નેએ યોગ કરવાના ફાયદા વિશેની પણ જાણકારી આપી છે. આવા ખતરનાક યોગા જોઈને ફૈન્સ પણ ખુબ જ હેરાન રહી ગયા છે.
મલાઈકા અરોરાએ સોમવારના રોજ મોટીવેશનને ટેગ કરતા પોતાની એક તસ્વીર શેર કરી છે જેમાં તે ચમત્કારાસન કરતી દેખાઈ રહી છે. મલાઈકાએ લાંબી પોસ્ટ લખીને ચમત્કારાસનના ફાયદા વિશે પણ જાણકારી આપી છે. તેણે જણાવ્યું કે કેવી રીતે આ આસન શરીરને જ નહીં પણ મગજને પણ ફાયદો આપે છે.
જ્યારે બીજી તરફ શિલ્પા શેટ્ટીએ ખુબ જ મુશ્કિલ વૃશ્ચિકાસન કરતો વિડીયો શેર કર્યો છે અને પોતાના ફિટનેસનું રહસ્ય પણ ફેન્સને જણાવ્યું છે. વીડિયોને શેર કરતા શિલ્પાએ લખ્યું કે,”મેં 42 વર્ષની ઉંમરમાં યોગા કરવાનું શરૂ કર્યું હતું. હું હંમેશાથી જ વૃશ્ચિકાસન કરવા માગતી હતી અને હું માનું છું કે કંઈપણ નવી શરૂઆત કરવા માટે કે નવું શીખવા માટે કોઈ સમય નથી હોતો.
તાજેતરમાં જ શિલ્પાએ પોતાની આવનારી ફિલ્મ માટે સાઈન કરી છે. શિલ્પા 13 વર્ષો પછી ફિલ્મ ‘નિકમ્મા’ દ્વારા કમબેક કરવા જઈ રહી છે. ફિલ્મમાં શિલ્પાને ધ્યાનમાં રાખતા ખાસ રોલ લખવામાં આવ્યો છે. ફિલ્મમાં શિલ્પાના સિવાય અભિમન્યુ દાસાની અને અભિનેત્રી શિરલે સોતીયા પણ મુખ્ય કિરદારમાં જોવા મળશે. જણાવી દઈએ કે અભિમન્યુ દાસાની એક જમાનાની અદાકારા ભાગ્ય શ્રી નો દીકરો છે. ફિલ્મનું નિર્દેશન શબ્બીર ખાન કરી રહ્યા છે.
ફિલ્મને લઈને શિલ્પા શેટ્ટીએ કહ્યું કે,”મેં ફરીથી સિનેમાની નવી ધારામાં ડૂબકી લગાવવાનો નિર્ણય લીધો છે. ફિલ્મ નિકમ્માની કહાની મને ખુબ જ દિલચસ્પ લાગી રહી છે અને શબ્બીરની સાથે કામ કરવા માટે હું ખુબ જ ઉત્સાહિત છું.

જુઓ શિલ્પા શેટ્ટીનો યોગ કરી રહેલો વિડીયો…
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App