મનોરંજન

રાજ કુંદ્રાએ ગાયું ગીત તો ગુસ્સો કરવા લાગી નાની દીકરી સમીશા, શિલ્પા શેટ્ટીએ શેર કર્યો વિડીયો

શિલ્પા શેટ્ટીએ નવા વર્ષે ફેન્સને આપી ગિફ્ટ, દીકરી સમીશાની કરાવી ઓળખ

બૉલીવુડ એકટ્રેસ શિલ્પા શેટ્ટી આજકાલ તેના પરિવાર સાથે ગોવામાં વેકેશનનો આનંદ માણી રહી છે. શિલ્પા તેની તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. ગોવામાં વેકેશનનો આનંદ માણવા છતાં પણ શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ નજરે આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Raj Kundra (@rajkundra9)

હાલમાં જ શિલ્પા શેટ્ટીએ એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તેનો પતિ રાજ કુંદ્રા ગીત ગાતો નજરે ચડે છે. તો સમિશા તેના પિતા પર ગુસ્સો કરતી નજરે ચડી રહી છે. શિલ્પાએ શેટ્ટીનો આ વિડીયો અત્યાર સુધીમાં ઘણા લોકોએ જોઈ લીધો છે. વીડિયોને લઈને ફેન્સ પણ ખુબ કમેન્ટ કરી રહ્યા છે. સમીશાની ક્યુટનેસને લઈને પણ તારીફ કરી રહ્યા છે.

સમીશા શેટ્ટી કુન્દ્રાનો આ ક્યૂટ વિડીયો રાજ કુંદ્રાએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ બાદ શિલ્પા શેટ્ટીએ તેના ઇન્સ્તાગ્રામ પર રીપોસ્ટ કર્યો છે. વીડિયોમાં નજરે આવે છે કે, રાજ કુંદ્રા જયારે ગીત ગાય છે ત્યારે સમીશા શેટ્ટી ગુસ્સો કરવા લાગે છે. આ જોઈને રાજ કુંદ્રા તેનું ગીત ગાવાનું ચાલુ રાખે છે. તો સમીશા તેના ભાઈ પર ગુસ્સો કરતી નજરે ચડે છે. શિલ્પા શેટ્ટીએ આ વીડિયોને શેર કરતા લખ્યું હતું કે, ચિંતા ઓછી કરો અને ગીત વધારે ગાઓ. સમીશા શેટ્ટી કુંદ્રાએ તેના પિતા રાજ કુંદ્રાને કહ્યું કે,તમારે ગીત ગાવાનું બંધ કરી દેવું જોઈએ. ઇન્સ્ટાફૅમ, તમને બધાને નવા વર્ષની શુભેચ્છા.

સમિશા શેટ્ટી આ વીડિયોમાં યલો અને બ્લુ આઈટફિટમાં બહુ જ ક્યૂટ લાગી રહી છે. તેની ક્યુટનેસ જોઈને પરિવારવાળા ખુબ જ હસતા અંબે તારીફ કરતા નજરે આવ્યા છે.

શિલ્પા શેટ્ટીના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો 13 વર્ષ બાદ ફિલ્મ નિકમ્માથી મોટા પડદા પરત ફરી છે. જેમાં અભિમન્યુ દાસાની સાથે સ્ક્રીન શેર કરતી નજરે આવશે. આ સિવાય તે ફિલ્મ હંગામા-2નો હિસ્સો છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રિયદર્શન કરી રહ્યો છે. આ ફિલ્મમાં પરેશ રાવલ અને મીઝાન જાફરી જેવા સિતારાઓ નજરે આવશે.