મનોરંજન

શિલ્પા શેટ્ટીએ આઠમ પર ઘરમાં કરી ખાસ પૂજા, ગરીબ ઘરની દીકરીઓના ધોયા પગ ને કરી પૂજા શેર કર્યો કન્યા પૂજનનો વિડીયો

દેશભરમાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાને કારણે આ ઉત્સવ સાદાઈથી ઉજવવામાં આવ્યો હતો. પરંતુ લોકોનો ઉત્સાહ ઓછો થયો નથી. સામાન્ય નાગરિકથી લઈને બૉલીવુડ સેલેબ્સએ પણ પુરી શ્રદ્ધા સાથે તહેવાર ઉજવ્યો હતો. બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી બધા જ તહેવાર ધામધૂમથી ઉજવે છે. નવરાત્રીના તહેવારને પણ શિલ્પા શેટ્ટી વિધિ-વિધાન સાથે ઉજવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

શિલ્પા શેટ્ટીએ તેના ઘરે શનિવારના રોજ આઠમની પૂજા કરી હતી. આ વખતની નવરાત્રી ઘણી ખાસ છે કારણે તેની 9 મહિનાની દીકરી સમિષાની પહેલી નવરાત્રી છે. શિલ્પા શેટ્ટીએ સૌથી પહેલા 9 મહિનાની દીકરી સમિષાના પગની પૂજા કરી હતી. આ બાદ શિલ્પાએ અન્ય બાળાઓના પગ ધોઈને કન્યા પૂજા કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by The Daddy Community (@daddydiaries028) on

આ બાદ શિલ્પાએ તેના હાથેથી પ્રસાદ પીરસીને ખવડાવ્યો હતો. આ બાદ શિલ્પાએ કન્યાની આરતી કરી હતી. આ પૂજાથી જોડાયેલા એક વિડીયો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. વિડીયો શેર કરીને તેને લાંબુ લચક કેપ્સન પણ લખ્યું હતું કે, આજ આઠમના શુભ અવસર પર અમે ભાગ્યશાળી છીએ અને અમારી દેવી સમિષાની પહેલી નવરાત્રી સાથે ધન્ય છીએ. તેથી કન્યા પૂજન કર્યું. બધી સાવધાનીઓ સાથે સ્વાગત કર્યું.

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

સર્વોચ્ચ દેવી મહાગૌરી અને તેના નવ દૈવી સ્વરૂપો પ્રત્યે આભાર વ્યક્ત કરવાની આ આપણી પોતાની રીત છે. આ વર્ષે જોકે, અમે સુરક્ષાના તમામ પગલાને ધ્યાનમાં રાખીને પૂજા કરી હતી. આ નાની છોકરીઓની સેવા અને લાડ લડાવવી તે અમારી સુંદર લાગણી છે. જય માતા દી

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

શિલ્પા શેટ્ટીના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો શિલ્પા શેટ્ટી ‘હંગામા-2’ અને નિકમ્મા જેવી ફિલ્મથી કમબેક કરી રહી છે. શિલ્પા ‘હંગામા- 2’ માં પરેશ રાવલ અને મિજાન જાફરી સાથે જોવા મળશે તો ‘નિકમ્મા’ માં અભિમન્યુ અને શર્લી સેતિયા સાથે નજરે આવશે.

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on