કપ્તાન શિખર ધવનના ગુપ્તાંગ ઉપર વાગ્યો જોરદાર બોલ, દર્દથી તડપવા લાગ્યો ગબ્બર, જુઓ

પ્રાઇવેટ પાર્ટ ઉપર વાગ્યો જોરદાર બોલ, દર્દથી તડપવા લાગ્યો ગબ્બર, જુઓ કેવી હાલત થઇ

IPLનો રોમાંચ દિવસેને દિવસે વધી રહ્યો છે, દરેક ટીમ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન બતાવી રહી છે ત્યારે રવિવારે પંજાબ અને હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદએ 7 વિકેટે જીત મેળવી હતી. મેચમાં પંજાબની ઇનિંગ દરમિયાન ખતરનાક ઘટના જોવા મળી હતી. SRH ઓપનર શિખર ધવનને પહેલી ઓવરમાં જ જોરદાર બોલ વાગ્યો હતો.

હૈદરાબાદ તરફથી પહેલી ઓવર કરી રહેલા ભુવનેશ્વર કુમારના ચોથા બોલને શિખર ધવન ફ્લિક કરવા ગયો હતો. ત્યારે જ બેટ સાથે અથડાતી વખતે બોલ તેના પ્રાઈવેટ પાર્ટ સાથે અથડાયો હતો. ધવનને એટલી ખતરનાક ઈજા થઇ હતી કે તે દર્દથી કણસી રહ્યો હતો અને જમીન પર સૂઈ ગયો હતો. તરત જ ફિઝિયો અને મેડિકલ ટીમને બોલાવવામાં આવી.

મેચમાં કેપ્ટન મયંક અગ્રવાલની ઈજાને કારણે ધવન પંજાબની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. શિખરની ઈજા એટલી ખતરનાક હતી કે મેચ 10 મિનિટ માટે રોકવી પડી હતી. જો કે, મેડિકલ ટીમ અને ફિઝિયોના અથાગ પ્રયાસો પછી, પંજાબનો ઓપનર લગભગ 10 મિનિટ પછી સ્વસ્થ થઈને બેટિંગ કરવા લાગ્યો હતો. જોકે આ પછી તેનું બેટ કંઈ ખાસ કરી શક્યું ન હતું. ધવને 11 બોલમાં 8 રન બનાવ્યા અને ભુવનેશ્વર કુમારના હાથે આઉટ થયો.

શિખર ધવનના આઉટ થતાની સાથે જ ભુવનેશ્વર કુમારે મેચમાં મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તે IPL ઈતિહાસના પાવર પ્લેમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. ભુવીએ અત્યાર સુધી IPLની પ્રથમ 6 ઓવરમાં 54 વિકેટ ઝડપી છે. તેણે સંદીપ શર્માનો 53 વિકેટ લેવાનો રેકોર્ડ તોડ્યો છે.

Niraj Patel