લોકડાઉંનની વચ્ચે જ્યાં એક તરફ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એક પછી એક ઘણા કલાકારોના નિધનની ખબરો સામે આવી છે તો બીજી તરફ ટીવી જગતાના ઘણા કલાકારો માતા-પિતા બન્યા છે. ટીવીનો ફેમસ શો કુમકુમ ભાગ્યની અભિનેત્રી શીખ સિંહે ક્યૂટ દીકરીને જન્મ આપ્યો છે.

શીખાએ એપ્રિલ મહિનામાં પોતાના ચાહકોને જાણકારી આપી હતી કે તે જલ્દી જ પોતાના પહેલા બાળકને જન્મ આપવાની છે. શીખા અવાર નવાર સોશિયલ મીડિયા પર પોતાનું બૅબી બમ્પ ફ્લોન્ટ કરતી તસ્વીરો શેર કરતી રહેતી હતી. એવામાં 16 મૈં ના રોજ શીખાએ દીકરીને જન્મ આપ્યો છે.

આ વાતની જાણકારી શીખાએ ઇન્સ્ટગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી શેર કરીને આપી હતી. સ્ટોરીમાં શીખાએ પોતાની દીકરીનું નામ પણ જણાવી દીધું હતું. શીખાએ સ્ટોરીમાં લખ્યું કે,”બેબી અલાયના તમને બધાને ધન્યવાદ કહી રહી છે.”

એક પહેલાના ઇન્ટરવ્યૂમાં શીખાએ પોતાની દીકરીના નામનો ખુલાસો કરી દીધો હતો. તેણે કહ્યું હતું કે જો તેને દીકરી આવશે તો તેનું નામ અલાયના રાખશે. દીકરીના જન્મ પર ટીવી જગતના ઘણા કલાકારોએ શુભકામના આપી છે.

શિખા સિંહે 1 મૈ 2016 ના રોજ પોતાના બોયફ્રેન્ડ કરન શાહ સાથે લગ્ન કર્યા હતા. વ્યવસાયથી કરન એક પાઇલોટ છે. શીખાએ ઘણી સિરિયલોમાં કામ કર્યું છે પણ તેને સાચી ઓળખાણ કુમકુમ ભાગ્ય સિરિયલ દ્વારા મળી હતી.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.