કોરોના વાયરસ અને લોકડાઉન દરમિયાન નર્સ બની હોસ્પિટલમાં સેવા કરનારી શાહરુખ ખાનની ફિલ્મ “ફેન”માં કામ કરી ચુકેલી અભિનેત્રી શિખા મલ્હોત્રાને લકવાની અસર થતા જ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી તેની તબિયતમાં કોઈ નોંધપાત્ર સુધારો થતો જોવા નથી મળી રહ્યો ત્યારે શીખાએ એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું.
View this post on Instagram
શિખાએ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે “હું મારા જીવનના મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી છું અને બધાનું સમર્થન ઈચ્છું છું. હું મારા કામને લઈને ખુબ જ પેશનેટ છું અને ઓડિયન્સથી થોડી હિંમત વધારવાનું ઈચ્છું છું. મારી તબિયતમાં સુધાર છે પરંતુ બહુ જ ધીમે ધીમે થઇ રહ્યો છે. મને નથી ખબર હું ફરી ક્યારે ચાલી શકીશ.”
View this post on Instagram
શીખાએ આગળ જણાવ્યું હતું કે “હું મારા શરીરને લઈને લાચાર છું પરંતુ જયારે પણ હું મારી ફિલ્મ “કાંચલી”ને લઈને વિચારું છું ત્યારે મારુ દિલ ધડકી ઉઠે છે. જો કે મોટાભાગના લોકોને ફિલ્મના રિલીઝ વિશે ખબર નથી.”
View this post on Instagram
શિખા મલ્હોત્રા એક સર્ટિફાઈડ નર્સ હતી. કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન તેને મુંબઈની જોગેશ્વરીમાં આવેલી “હિન્દૂ હૃદય સમ્રાટ ટ્રોમા સેન્ટર”માં એક નર્સની રીતે દર્દીઓની સેવા પણ કરી હતી. એક નર્સના રૂપમાં દર્દીઓની સેવા કરવાનું કામ તેને સતત 6 મહિના સુધી કર્યું હતું. હોસ્પિટલમાં સેવા આપવા દરમિયાન તે ઓક્ટોબર મહિનામાં પોતે પણ કોરોના સંક્રમણનો શિકાર બની હતી અને ત્યારબાદ તે ઠીક પણ થઇ ગઈ હતી. તેને 22 ઓક્ટોબરના રોજ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ આપવામાં આવી હતી.
View this post on Instagram
શીખાને 10 ડિસેમ્બરના રોજ મેજર સ્ટ્રોક આવ્યો હતો, જેના કારણે તેનો જમણો ભાગ પેરાલાઇઝ થઇ ગયો હતો. રિપોર્ટ પ્રમાણે પહેલા તેને કૂપર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. પરંતુ તેની તબિયતમાં કોઈ સુધાર ના થતા તેને KEM હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવી હતી.
View this post on Instagram