બોલીવુડના ચાહકો માટે એક પછી એક ખરાબ સમાચાર આવાના ઓછા નથી થઇ રહ્યા. આ દરમિયાન જ અભિનેતા શાહરુખ ખાન સાથે “ફેન” ફિલ્મમાં કામ કરીને ચર્ચામાં આવેલી અભિનેત્રી શિખા મલ્હોત્રાને ગુરુવારની રાત્રે લકવાની અસર થવાના કારણે મુંબઈની કૂપર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે.
View this post on Instagram
શિખા મલ્હોત્રા એક સર્ટિફાઈડ નર્સ હતી. કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન તેને મુંબઈની જોગેશ્વરીમાં આવેલી “હિન્દૂ હૃદય સમ્રાટ ટ્રોમા સેન્ટર”માં એક નર્સની રીતે દર્દીઓની સેવા પણ કરી હતી. એક નર્સના રૂપમાં દર્દીઓની સેવા કરવાનું કામ તેને સતત 6 મહિના સુધી કર્યું હતું. હોસ્પિટલમાં સેવા આપવા દરમિયાન તે ઓક્ટોબર મહિનામાં પોતે પણ કોરોના સંક્રમણનો શિકાર બની હતી અને ત્યારબાદ તે ઠીક પણ થઇ ગઈ હતી. તેને 22 ઓક્ટોબરના રોજ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ આપવામાં આવી હતી.
View this post on Instagram
શિખાનું કામકાજ સાચવી રહેલા અશ્વિની શુક્લાએ મીડિયાને જણાવ્યું હતું કે, “કાલે રાત્રે લકવાનો શિકાર થયા બાદ શિખાને મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલમાં સારવાર મોંઘી હોવાના કારણે તેને વિલે પાર્લેમાં આવેલી કૂપર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી.
View this post on Instagram
શુકલાએ એ પણ જણાવ્યું કે શિખાના લકવાગ્રસ્ત થવાના કારણે શરીરનો જમણો ભાગ સંપૂર્ણ રીતે પ્રભાવિત થયો છે અને આ સમયે ના તો તે હરવા-ફરવાની હાલતમાં છે કે ના કઈ બોલવાની, પરંતુ ડોકટરોનું કહેવું છે કે શિખાની હાલત પહેલા કરતા વધારે સારી છે.