મનોરંજન

ભાગ મિલ્ખા ભાગના ફરહાનની બોલ્ડ ગર્લફ્રેન્ડ શિબાની આ જગ્યા પર કરાવ્યુ બોયફ્રેન્ડના નામનું ટેટૂ, જુઓ તસવીર

ભાગ મિલ્ખા ભાગના દિગ્ગજ એક્ટરની ગર્લફ્રેન્ડે ન કરવાની જગ્યાએ કરાવી દીધું ટેટુ, ફેન્સ ચકિત થઇ ગયા જોતા જ

અભિનેત્રી અને ટેલિવિઝન હોસ્ટ શિબાની દાંડેકર ઘણીવાર તેની રિલેશનશિપની ખબરોને લઇને ચર્ચામાં રહેતી હોય છે. તે અભિનેતા ફરહાન અખ્તરને ડેટ કરી રહી છે. હાલમાં જ એકવાર ફરી અભિનેત્રી તેના બોયફ્રેન્ડને કારણે ચર્ચામાં આવી છે. કારણ કે તેણે તેના બોયફ્રેન્ડ એટલે કે ફરહાન અખ્તરના નામનું ટેટૂ કરાવ્યુ છે. જેની ઝલક તેણે ચાહકો સાથે શેર કરી છે.

અભિનેત્રી અને મોડલ શિબાની દાંડેકર 27 ઓગસ્ટ 2021ના રોજ તેનો 40મો જન્મદિવસ મનાવી રહી છે. આ મોકા પર તેણે તેની એક તસવીર શેર કરી છે, જેમાં તેણે ગળા પર ફરહાન અખ્તરના નામનું ટેટૂ કરાવ્યુુ છે. શિબાનીએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર આ તસવીર શેર કરી છે.

શિબાની અને ફરહાન એકબીજાને 3 વર્ષથી ડેટ કરી રહ્યા છે. ફરહાનના આ પહેલા લગ્ન હેરસ્ટાઇલિસ્ટ અઘુના સાથે વર્ષ 2000ંમાં થયા હતા અને તેને બે દીકરીઓ શાક્યા અને અકીરા છે. તેઓના છૂટાછેડા વર્ષ 2017માં થયા હતા. છેલ્લા દિવસોમાં શિબાનીએ ફરહાન સાથે લગ્ને લઇને કહ્યુ હતુુ કે,બધા મને આ સવાલ પૂછી રહ્યા છે. સાચુ કહુ તો આ વિષય આવ્યો નથી. પરંતુ મે લોકોને કહ્ય છે કે હું તમને જણાવીશ. અત્યારે આવું કંઇ નથી.

શિબાનીએ જયાં ગળા પર બોયફ્રેન્ડ ફરહાનનું નામ લખાવ્યુ છે ક્યાં કેે હાથ પર પણ ટેટૂ બનાવતી જોવા મળી રહી છે.શિબાની અને ફરાહનને ઘણીવાર એકસાથે સ્પોટ કરવામાં આવે છે. આટલું જ નહિ તેઓ સોશિયલ મીડિયા પર એકબીજા સાથેની તસવીરો પણ શેર કરતા રહે છે.

ફરહાનના વર્કફ્રંટની વાત કરીએ તો, ફરહાન અખ્તરે તેના ડાયરેક્શનમાં બનનારી અપકમિંગ ફિલ્મની ઘોષણા કરી દીધી છે આ ફિલ્મ “જી લે ઝરા” છે જેમાં પ્રિયંકા ચોપરા કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. શિબાનીની વાત કરીએ તો, તે છેલ્લીવાર વેબ સીરીઝ “ફોર મોર શોટ્સ પ્લીઝ”ના બીજા સિઝનમાં જોવા મળી હતી.

શિબાની વીજે, મોડલ સિંગર અને એંકર છે, તે આઇપીએલને પણ હોસ્ટ કરી ચૂકી છે. તે ખતરો કે ખિલાડી અને ઝલક દિખલા જાનો ભાગ પણ રહી ચૂકી છે.