ફિલ્મી દુનિયા

રિયા ચક્રવર્તીના સમર્થનમાં આવી ફરહાન અખ્તરની ગર્લફ્રેન્ડ શિબાની કહ્યું: “16 વર્ષની ઉંમરથી ઓળખું છું એને….”

લે બોલો ફરહાન અખ્તરની ગર્લફ્રેન્ડ એ રિયાના પેટ ભરીને કર્યા વખાણ, જાણો શું શું કહ્યું

અભિનેતા સુશાંત રાજપૂતના નિધન બાદ તેની પ્રેમિકા રિયા ચક્રવર્તી ઉપર ચારેય તરફથી આરોપોનો માર ચાલુ છે. આ દરમિયાન બૉલીવુડ અભિનેતા ફરહાન અખ્તરની પ્રેમિકા શિબાની દાંડેકર રિયાના સમર્થનમાં આવી છે.

Image Source

શિબાનીએ રિયા ચક્રવર્તીને સમર્થન આપતી એક પોસ્ટ સોશિયલ  મીડિયા ઉપર શેર કરી કરી છે.  શિબાનીએ રિયા વિશે ઘણી વાતો લખી છે.

અને તેને લઈને બનેલા માહોલ ઉપર ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે. શિબાની અને રિયાની ગાઢ મિત્રતા છે. સુશાંતના મૃત્યુ બાદ પણ રિયા અને શિબાની સાથે જોવા મળ્યા હતા.

ત્યારે રિયાને સમર્થન કરતા શિબાનીએ પોસ્ટમાં લખ્યું છે: “હું રિયાને ત્યારથી ઓળખું છું જયારે તે 16 વર્ષની હતી. એકદમ વાઈબ્રેન્ટ, મજબૂત અને જિંદાદિલ..

જીવનથી ભરેલી. છેલ્લા કેટલાય સમયથી હું રિયા અને તેના પરિવારનું એક બીજું પાસું જોઈ રહી છું. તે લોકોએ  કષ્ટ વેઠ્યું છે જેના વિશે કોઈ વિચારી ના શકે. એક નિર્દોષ પરિવારને ટોર્ચર કરવામાં આવી રહ્યો છે.”

 

View this post on Instagram

 

A post shared by Shibani Dandekar (@shibanidandekar) on

શિબાનીએ રિયાને સમર્થન આપતી પોસ્ટ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કરી છે. સુશાંતના અવસાન બાદ રિયા ચક્રવર્તીને આરોપી માનવામાં આવી રહી છે. સુશાંતના પરિવારજનોએ પણ રિયા ઉપર ઘણા આરોપો લગાવ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.